Site icon Revoi.in

ચાઈનિઝ લસણના વિરોધમાં ગોંડલયાર્ડના વેપારીઓએ કર્યો સૂત્રોચ્ચાર

Social Share

રાજકોટઃ ચાઈનિઝ લસણની આયાત પર પ્રતિબંધ હોવા છતાયે ચાઈનિઝ લસણ બેરોકટોક વેચાઈ રહ્યું છે. ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ચાઇનીઝ લસણ મળી આવ્યું હતું. જેના વિરોધમાં લસણની હરાજી સામે હડતાળ જાહેર કરવામાં આવી હતી. ગોંડલ સહિતના માર્કેટિંગ યાર્ડોમાં પણ લસણની હરાજી બંધ રાખવામાં આવી હતી. અને વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો છે. વેપારીઓ યાર્ડ ખાતે એકઠા થયા હતા અને ચીન વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા. તેમજ આ પ્રકારનું લસણ ગેરકાયદે રીતે ભારતમાં ન ઘૂસી જાય તેના તકેદારીના પગલા લેવાય તેવી માગ કરવામાં આવી છે.

ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં વેપારીઓના કહેવા મુજબ ચાઈનિઝ લસણ પર પ્રતિબંધ હોવા છતાંયે ભારત દેશમાં ચીનનું લસણ જે ગેરકાયદેસર રીતે ઘુસાડવામાં આવે છે અને કાળો કારોબાર કરવામાં આવે છે. તેના વિરોધમાં દેશભરના માર્કેટયાર્ડમાં હડતાળ જાહેર કરવામાં આવી હોય ત્યારે અમે ટેકો જાહેર કરીએ છીએ. આ લસણ ખેડૂતો માટે અને ખાવા માટે પણ હાનિકારક છે. વર્ષ 2006થી  કેન્દ્ર સરકારે ચાઈનિઝ લસણ ઉપર પ્રતિબંધ જાહેર કર્યો છે. પ્રતિબંધ હોવા છતાયે ચાઈનિઝ લસણ ભારતમાં ઘુસાડવામાં આવી રહ્યુ છે, તેની તકેદારીના ભાગરૂપે કડક પગલાં લેવામાં આવે, તેના માટે  એક દિવસ પૂરતું સમગ્ર ભારત વર્ષના માર્કેટ યાર્ડમાં લસણની હરાજીનું કામકાજ બંધ રાખ્યું છે. તેના સપોર્ટમાં ગોંડલ માર્કેટ યાર્ડમાં એક દિવસની હડતાલ જાહેર કરી છે.

ચીનનું લસણ થોડુંક મોટું આવે છે અને દેશી લસણ કરતા તેની સાઈઝ થોડી મોટી હોય છે. ચીનનું લસણ બ્લીચ કરેલું હોય છે. કારણ કે લસણ ત્યાં બહુ ઉપર ફોતરું ને એવું ગંદુ હોય છે તેને બ્લીચ કરવામાં એને સાફ કરવા માટે બ્લીઝ કરવું પડે છે. જેના કારણે તેની અંદર ફંગલ અને કેમીકલના ભાગ આવે છે. એવું બધું જે ખાવા માટે પણ હાનિકારક હોય એના માટે ભારત સરકારે ચાઈનિઝ લસણ પર પ્રતિબંધ ફરમાવ્યો છે.