Site icon Revoi.in

પશુપાલકો માટે સારા સમાચાર,આ ડેરીએ કરી મોટી જાહેરાત

Social Share

અમદાવાદ : સુરત અને તાપી જિલ્લાના પશુપાલકો માટે સારા સમાચાર છે. સુમુલ ડેરી 5 જૂને પશુપાલકો ને 305 કરોડ બોનસ ચુકવશે. સુમુલ ડેરીના ચેરમેન માનસિંગ પટેલે આ મુદ્દે  જાહેરાત કરી છે.

સુરત અને તાપી જિલ્લાના પશુપાલકો માટે સારા સમાચાર છે. જેમાં સુમુલ ડેરી 5 જૂને પશુપાલકોને 305 કરોડ બોનસ ચુકવશે.સુમુલ ડેરીના ચેરમેન માનસિંગ પટેલે આ જાહેરાત કરી છે.જે મુજબ  પશુપાલકોને કિલો ફેટ દીઠ 100 રૂપિયા ચુકવાશે. જ્યારે સુમુલ મંડળીના શેરના રૂપમાં કિલો ફેટે 5 રૂપિયા અને બચત તરીકે 5 રૂપિયા ચુકવશે.

આપણા દેશમાં ડેરીઉદ્યોગ ખુબ મોટા પ્રમાણમાં છે અને મોટી સંખ્યામાં લોકોની રોજગારી પણ તેની સાથે સંકળાયેલી છે. દેશમાં રોજ કરોડો લીટર દૂધનું ઉત્પાદન થાય છે અને તેનું વેચાણ પણ થાય છે ત્યારે સુમુલ ડેરી દ્વારા લેવામાં આવેલા આ પગલા બાદ આ ધંધામાં વધારે લોકો જોડાઈ શકે છે અને લોકોને આ વેપારમાં આગળ વધવા માટે પ્રોત્સાહન પણ મળી શકે છે. તે વાતમાં પણ કોઈ શંકા નથી કે દેશમાં દિવસે ને દિવસે દૂધનું કંઝપ્શન વધી રહ્યું છે ત્યારે દેશમાં જો વધારે પ્રમાણમાં લોકો એગ્રિકલ્ચર સેક્ટરમાં જોડાય તો દેશને ઘણો ફાયદો થઈ શકે છે.

ઉલ્લેખનીય છે કે,  સુમુલને વાર્ષિક વ્યાજ ભારણ 80 કરોડથી ઘટાડીને રૂપિયા 37 કરોડ સુધી ઘટાડવામાં સફળતા મળી છે. એપ્રિલમાં સુમુલ ડેરી દ્વારા દૂધના ભાવમાં પ્રતિ લીટર 2 રૂપિયાનો વધારો ઝીંકવામાં આવ્યો હતો. અમુલ બ્રાન્ડના ગોલ્ડ, તાજા, શક્તિ તથા ગાયના દૂધના 5૦૦ એમએલના પાઉચના ભાવમાં 1 રૂપિયાનો વધારો થયો હતો, જ્યારે 250 એમએલની દૂધની થેલી તથા 500 એમએલ છાશનો ભાવ યથાવત છે. 6 લિટરની છાશની થેલીના ભાવમાં 6 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો. છે. દૂધની વિવિધ બ્રાન્ડોના ભાવમાં પ્રતિ લીટર 2 રૂપિયાનો વધારો કરાયો હતો..