Site icon Revoi.in

ડેન્ગ્યુના દર્દીઓ માટે સારા સમાચાર, કેન્દ્ર સરકાર 5 વર્ષમાં શોધી કાઢશે વધુ સારો ઈલાજ

Social Share

દિલ્હી:ટ્રાન્ઝિશનલ હેલ્થ સાયન્સ એન્ડ ટેક્નોલોજી ઇન્સ્ટિટ્યૂટ (THSTI) ડેન્ગ્યુ માટે નવી સારવાર શોધવા માટે ડ્રગ્સ ફોર નેગ્લેક્ટેડ ડિસીઝ ઇનિશિયેટિવ સાથે કામ કરી રહી છે. THSTI એ વિજ્ઞાન અને ટેક્નોલોજી મંત્રાલયમાં બાયોટેકનોલોજી વિભાગની સ્વાયત્ત સંસ્થા છે.THSTIના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર પ્રમોદ કુમાર ગર્ગે એક નિવેદનમાં જણાવ્યું હતું કે,ડેન્ગ્યુના સંક્રમણની સારવાર માટે કોઈ ચોક્કસ એન્ટિવાયરલ દવાઓ નથી અને રસીઓનો પણ મર્યાદિત ઉપયોગ છે.

તેમણે કહ્યું કે,ડેન્ગ્યુ તાવની સારવારને ઓળખવા પર ઘણાં સંશોધનો કરવા છતાં અમને હજી સુધી કોઈ ચોક્કસ પરિણામ મળ્યું નથી. જો કે, લાખો લોકોને અસર કરતી આ બિમારી સામે લડવાના પ્રયાસોમાં આપણે જોડાઈએ તે મહત્વનું છે.તેમણે કહ્યું, “DNDi ઈન્ડિયા ફાઉન્ડેશન સાથેનો સહયોગ એ ડેન્ગ્યુ તાવની અસરકારક સારવાર વિકસાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું છે.આ જ્ઞાનના અંતરને દૂર કરશે અને ડેન્ગ્યુના દર્દીઓની જરૂરિયાતોને ઓળખવા માટે ક્લિનિકલ સંશોધનને વેગ આપશે.

ડેન્ગ્યુ એ વિશ્વભરની ટોચની 10 બિમારીઓમાંની એક છે અને ભારતમાં આ રોગ ખાસ કરીને ચોમાસાની ઋતુમાં વધારે છે. જે દિવસે ડેન્ગ્યુના વાયરસથી સંક્રમિત મચ્છર વ્યક્તિને કરડે છે, ત્યારપછી લગભગ 3-5 દિવસ પછી આવી વ્યક્તિમાં ડેન્ગ્યુ તાવના લક્ષણો દેખાઈ શકે છે. આ ચેપી સમયગાળો 3-10 દિવસ અથવા તેનાથી પણ વધુ હોઈ શકે છે. ડેન્ગ્યુથી પીડિત દર્દીના પ્લેટલેટ્સનું સ્તર ઘટવા લાગે છે અને તાવ, ઉબકા, ફોલ્લીઓ, સ્નાયુ અને સાંધાનો દુખાવો, બેચેની, પેટમાં દુખાવો, શરીરમાં દુખાવો વગેરે જેવી ઘણી સમસ્યાઓ થાય છે.