શ્રી ક્રિષ્નના ભક્તો માટે ખુશીના સમાચાર, દ્વારકાધીશ મંદિરમાં 10 લોકોને એકસાથે પ્રવેશવાની છૂટ
- દ્વારકાધીશના ભક્તો માટે ખુશીના સમાચાર
- ભક્તોને 10ની મર્યાદામાં પ્રવેશની છૂટ
- કોરોનાનું સંક્રમણ ઘટતા દેવસ્થાન સમિતિએ લીધો નિર્ણય
દેવભૂમિ દ્વારકા: કોરોનાવાયરસના સંક્રમણના કારણે કેટલાક મંદિરોને થોડો સમય માટે બંધ કરવામાં આવ્યા હતા. ભક્તોની આસ્થાને ઠેસ ન પહોંચે તે માટે ઓનલાઈન દર્શનની વ્યવસ્થા કરવામાં આવી હતી. પણ હવે ભક્તો માટે ખુશીના સમાચાર આવ્યા છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં દ્વારકાધીશ મંદિરમાં ધ્વજા ચડાવતા ભક્તો માટે ખુશીના સમાચાર સામે આવ્યા છે. ધ્વજા ચડાવવા આવતા ભક્તોને 10ની મર્યાદામાં પ્રવેશની છૂટ આપવામાં આવી છે. કોરોનાનું સંક્રમણ ઘટતા આસ્થા લઈને ધ્વજા ચડાવવા આવતા ભક્તોને મર્યાદિત સંખ્યામાં છૂટ અપાઈ છે.
આ પહેલા મંદિરમાં ધ્વજા ચડાવવા માટે માત્ર એક જ બ્રાહ્મણને છૂટ હતી. દ્વારકાધીશ મંદિરમાં ધ્વજા ચડાવવાનું અનેરું મહત્વ છે. અને ભક્તો પણ ઘણા સમયથી નારાજ હતા. ત્યારે કોરોનાનું સંક્રમણ ઘટતા દેવસ્થાન સમિતિ દ્વારા આ છૂટ આપવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે રાજ્યોમાં કોરોનાવાયરસના કેસ ઓછા થતા અન્ય મંદિરોના દ્વારા પણ ભક્તો માટે ખુલી શકે છે અને ભક્તો દર્શન અને પૂજા માટે મંદિરોમાં ફરીવાર જઈ શકશે. સરકાર દ્વારા તે પણ કહેવામાં આવ્યું છે કે પ્રતિબંધોમાં રાહત જરૂર મળી છે પણ તમામ લોકોએ એવુ ન સમજવુ જોઈએ કે કોરોનાવાયરસ જતો રહ્યો છે. લોકોએ હજુ પણ તકેદારી અને સતર્કતા રાખીને રહેવુ પડશે