ભક્તો માટે સારા સમાચાર,27 એપ્રિલે ખુલશે બદ્રીનાથ ધામના કપાટ
- ભક્તો માટે સારા સમાચાર
- બદ્રીનાથ ધામના ખુલશે કપાટ
- 27 એપ્રિલે ખુલશે કપાટ
દહેરાદુન:ગઢવાલ હિમાલયની ઊંચી ટેકરીઓ પર સ્થિત વિશ્વ પ્રસિદ્ધ બદ્રીનાથ ધામના કપાટ આ વર્ષે 27 એપ્રિલે ભક્તો માટે ખુલશે.
ટિહરી જિલ્લાના નરેન્દ્ર નગર સ્થિત ટિહરી રાજમહેલમાં વસંત પંચમીના અવસર પર આયોજિત ધાર્મિક કાર્યક્રમમાં પંચાંગની ગણતરી બાદ વિધિ-વિધાન અનુસાર કપાટ ખોલવાનો શુભ સમય કાઢવામાં આવ્યો હતો.
બદ્રીનાથ-કેદારનાથ મંદિર સમિતિ તરફથી પ્રાપ્ત માહિતી અનુસાર, બદ્રીનાથ ધામના કપાટ 27 એપ્રિલે સવારે 07.10 કલાકે ખોલવામાં આવશે.ચમોલી જિલ્લામાં સ્થિત ભગવાન વિષ્ણુને સમર્પિત બદ્રીનાથ ધામના કપાટ ગયા વર્ષે 19 નવેમ્બરે શીતકાલીનને લઈને બંધ કરવામાં આવ્યા હતા.
બીજી તરફ, આ પ્રસંગે ટિહરીના રાજવી પરિવારના સભ્યો, મંદિર સમિતિના અધિકારીઓ અને મોટી સંખ્યામાં ભક્તો હાજર રહ્યા હતા.બદ્રીનાથ સહિત ચારધામના શિયાળાની કડકડતી ઠંડીને કારણે દર વર્ષે ઓક્ટોબર-નવેમ્બરમાં તેમના કપાટ ભક્તો માટે બંધ કરવામાં આવે છે, જે આવતા વર્ષે એપ્રિલ-મેમાં ફરી ખુલે છે.