- આજથી પેટ્રોલ ડિઝલ થયું સસ્તું
- પેટ્રોલ પર રુપિયા 5 અને ડિઝલ પર 10 રુપિયાનો ઘટાડો
- સરકારે વિતેલા દિવસે એક્સાઈઝ ડ્યૂચી ઘટાડવાનો નિર્ણ લીધો હતો
- આજથી ગુજરાત રાજ્યમાં નવા ભાવ લાગૂ
દિલ્હી – છેલ્લા ઘણા દિવસોથી દેશભરમાં મોંધવારીનો માર જોવા મળી રહ્યો છે, શાકભાજી સહીત રાંઘણ ગેસ અને પેટ્રોલ ડિઝલના ભાવ આસમાને પહોંચ્યા છે, ત્યારે આજે દિવાળીના પર્વ પર દેશની જનતા માટે ખુશ ખબર આવી છે,કેન્દ્રની સરકારે દિવાળીના દિવસે જનતાને ખૂબ મોટી રાહત આપી છે.
મળતી માહિતી પ્રમાણે દેકેન્દ્રની મોદી સરકારે વિતેલા દિવસે જાહેર કર્યું હતું કે દિવાળીના દિવસે એટલે કે 4 નવેમ્બરથી પેટ્રોલ અને ડીઝલની એક્સાઇસ ડ્યૂટી ઘટાડવામાં આવશે, જે પ્રમાણે એક્સાઇસ ડ્યૂટી તરીકે પેટ્રોલ પર 5 રૂપિયા અને ડીઝલ પર 10 રૂપિયા ઘડાશે.
આ સમાચાર પ્રમાણે ડીઝલમાં ભાવમાં 11.50 રુપિયાનો નોંધપાત્ર આજે ઘટાડો થયો છે, તો પેટ્રોલમાં 6.25 રૂપિયા ભાવનો ઘટાડો નોંધાશે,આ તમામા ભાવો ગુજરાત રાજ્યમાં આજથી એટલે કે દિવાળીના પાવન પર્વથી અમલી બનશે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે કેન્દ્ર સરકાર હાલના સમયે પેટ્રોલ પર 32.90 રૂપિયા અને ડીઝલ પર 31.80 રૂપિયા પ્રતિ લીટર એક્સાઇસ ડ્યૂટી સામામન્ય જનતા પાસે લઈ રહી છે.ત્યારે હવે આ રાહત બાદ એક્સાઇસ ડ્યૂટી ઘટીને 27.90 રૂપિયા અને ડીઝલ પર 21.80 રૂપિયા થઈ છે,જેને લઈને બન્ને ઈંધણના ઙાવોમાં મોટો ઘટાડો આવ્યો છે.