- શાહરૂખ ખાનના ફેન્સ માટે સારા સમાચાર
- ચાર વર્ષ પછી ફિલ્મ ‘પઠાણ’થી કરી વાપસી
- ફિલ્મમાં તે જાસુસની ભૂમિકામાં જોવા મળશે
- પઠાણમાં દીપિકા પાદુકોણ અને જોન અબ્રાહમ
મુંબઈ:બોલિવૂડ સુપરસ્ટાર શાહરૂખ ખાનના ફેન્સ માટે સારા સમાચાર છે. શાહરૂખ ખાન અને દીપિકા પાદુકોણ છેલ્લા કેટલાક દિવસોથી સ્પેનના બેલેરિક ટાપુ મેલ્લોર્કામાં ‘પઠાણ’ માટે એક ભવ્ય ગીતનું શૂટિંગ કરી રહ્યા છે.બંને હવે સ્પેનના કેડિઝ અને જેરેઝ જવા માટે તૈયાર છે,જ્યાં તેઓ 27 માર્ચે કાર્યક્રમ પૂર્ણ કરશે.
સુત્રોના જણાવ્યા મુજબ, ‘પઠાણ’ સ્પેનના મેલોરકામાં શૂટ થનારી પહેલી ફિલ્મ છે.તેનું મોંઘું, ઉતમ અને શાનદાર સેટિંગ તેને દુનિયાના સર્વશ્રેષ્ઠ પર્યટન સ્થળોમાંનું એક બનાવે છે.
એસઆરકે અને ડીપીની જોડીએ ઘણી બ્લોકબસ્ટર ફિલ્મો આપી છે અને નિર્માતાઓ ‘પઠાણ’ને અત્યાર સુધીની સૌથી મોટી ફિલ્મ બનાવવાનો ઇરાદો ધરાવે છે.
શાહરૂખ ચાર વર્ષ પછી ‘પઠાણ’થી ફિલ્મોમાં વાપસી કરી રહ્યો છે.આ ફિલ્મમાં તે જાસુસની ભૂમિકામાં જોવા મળશે.સિદ્ધાર્થ આનંદ દ્વારા નિર્દેશિત અને યશ રાજ ફિલ્મ્સ દ્વારા નિર્મિત આ ફિલ્મમાં દીપિકા પાદુકોણ અને જોન અબ્રાહમ પણ છે.