ગાંધીનગરઃ ગુજરાતના ખેડુતોને વગર વ્યાજે પાક ધિરાણ કરવાનો રાજ્ય સરકારે નિર્ણય લીધો છે. ખેડુતોને પાક માટે જે ધિરાણ મેળવ્યું હશે તે ધિરાણનું વ્યાજ સરકાર ભાગવશે. રાજ્યના કૃષિમંત્રી રાઘવજી પટેલે ગાંધીનગરમાં જાહેરાત કરી હતી.
રાજ્યના કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે, રાજ્યના ખેડૂતોને વગર વ્યાજે પાક ધિરાણ મળશે ખેડૂતોને વ્યાજ ન ભરવું પડે તે માટે સરકાર ચાર ટકા વ્યાજની સહાય છૂટી કરી છે. રાજ્ય સરકારના નિર્ણયથી હવે પછી જગતના તાતને ઝીરો ટકા વ્યાજે લોન મળી રહેશે. આ લોનનું જે વ્યાજ છે તે કેન્દ્ર અને રાજ્ય સરકાર વચ્ચે વહેચાઈ જશે. અત્યારસુધી સરકારનો નિર્ણય ન થવાના કારણે ખેડૂતોને પાક પર ધિરાણ લેવામાં વ્યાજ ભરવું પડતું હતું. ખેડૂતોને દર વર્ષે કુલ 7 ટકા ધિરાણ સહાયતા મળી હોય છે. જેમાં રાજ્ય સરકાર ચાર ટકા, અને કેન્દ્ર સરકાર 3 ટકા વ્યાજ મળે છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, રાજ્ય સરકારે આ અંગે નિર્ણય કરતા ખેડૂતોને વગર વ્યાજે પાક ધિરાણ મળશે.આ ધિરાણ ખેડૂતોને પાક પર મળતું હોય છે. જે રાજ્યની તમામ સહકારી સંસ્થાઓમાંથી પણ મળી શકશે. સરકારે ચાર ટકા વ્યાજ છૂટું કરવાની જાહેરાત કરતા ખેડૂતોને વ્યાજ ભરવું નહીં પડે.. કૃષિ મંત્રીએ જણાવ્યું હતું કે, ખેડૂતોને વગર વ્યાજે ઘિરાણ મળવું જોઈએ છતાં વ્યાજ ભરવું પડતું હતું તેથી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈને રજૂઆત કરી અને તેમની સૂચનાથી જ આ નિર્ણય કરવામાં આવ્યો છે. સહકાર મંત્રીની હાજરીમાં આ નિર્ણય કરવામાં આવ્યો છે ખેડૂતોને આ પાક ધિરાણની રકમ વિના વ્યાજે મળશે. ગુજરાત સરકારના ભાગે આવતા વ્યાજની યાર ટકાની રકમ સરકાર છૂટી કરશે જેથી ખેડૂતોને હવે પાક ધિરાણ પર વ્યાજ ભરવું નહીં પડે.( file photo)