દિલ્હીઃ- દેશની સરકાર અવાર નવાર સરકારી કર્મચારીઓને અનેક લાભ આપતી રહે છે ત્યારે હવે પીએફ ખાતા ઘારકો માટે એક સારા સમાચાર સામે આવી રહ્યા છે પ્રાપ્ત જાણકારી પ્રમાણે સરકારે નાણાકીય વર્ષ 2022-23 માટે આપાએફઓ થાપણો પર વ્યાજદર વધાર્યો છે અને 8.15 ટકા વ્યાજને મંજૂરી આપી છે.
આજરોજ સોમવારે જારી કરાયેલા સત્તાવાર આદેશ અનુસાર, EPFOએ સભ્યોના ખાતામાં 2022-23 માટે EPF પર 8.15 ટકાના દરે વ્યાજ જમા કરવાનું કહેવામાં આવ્યું છે. આ વર્ષે માર્ચમાં EPFO ટ્રસ્ટીઓ દ્વારા મંજૂર કરવામાં આવેલા EPF વ્યાજ દર પર નાણા મંત્રાલયની સહમતિ બાદ આ આદેશ આવ્યો છે.
ઉલ્લેખનીય છે કે નાણાકીય વર્ષ 20211-2022 માટે આ દર 8.10 ટકા હતો. અગાઉ માર્ચમાં, તેની બે દિવસીય બેઠકમાં, EPFOએ તેના ગ્રાહકો માટે 2022-23 માટે કર્મચારી ભવિષ્ય નિધિ પર વ્યાજ દર વધારવાની જાહેરાત કરી હતી. આ પછી, 2022-23 માટે EPF થાપણો પર વ્યાજ દરમાં વધારો કરવા માટે, તેને મંજૂરી માટે નાણાં મંત્રાલયને મોકલવામાં આવ્યો હતો, જેને આજે મંજૂરી આપવામાં આવી છે.
હવે આ મામલે સરકારની મંજૂરી મળ્યા બાદ, 2022-23 માટે EPF પર વ્યાજ દર EPFOના 6 કરોડથી વધુ ખાતાધારકોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવશે.આ સહીત વધુ માબહિતી મેળવીએ તો માર્ચ 2022 માં, EPFO એ 2021-22 માટે તેના લગભગ પાંચ કરોડ સબ્સ્ક્રાઇબર્સના EPF (કર્મચારી ભવિષ્ય નિધિ) પરના વ્યાજ દરને ચાર દાયકાથી વધુના નીચા સ્તરે 8.1 ટકા પર લાવ્યો હતો. આ દર 1977-78 પછી સૌથી નીચો હતો.