1. Home
  2. ગુજરાતી
  3. ગર્ભવતી મહિલાઓ માટે સારા સમાચાર, નવી ગાઈડલાઈન અનુસાર મહિનાના છેલ્લા અઠવાડિયામાં મળશે વેક્સિન
ગર્ભવતી મહિલાઓ માટે સારા સમાચાર, નવી ગાઈડલાઈન અનુસાર મહિનાના છેલ્લા અઠવાડિયામાં મળશે વેક્સિન

ગર્ભવતી મહિલાઓ માટે સારા સમાચાર, નવી ગાઈડલાઈન અનુસાર મહિનાના છેલ્લા અઠવાડિયામાં મળશે વેક્સિન

0
Social Share
  • ગર્ભવતી મહિલાઓ માટે સારા સમાચાર
  • કોરોનાની વેક્સિન આ સમય પર મળશે
  • સરકારે નવી ગાઈડલાઈનમાં આપી જાણકારી

ગાંધીનગર : કોરોનાવાયરસની ત્રીજી લહેરથી લોકોને બચાવવા માટે સરકાર મહત્તમ લોકોને વેક્સિન આપી રહી છે. આવામાં સરકાર દ્વારા તે મહિલાઓ માટે પણ પગલા લેવામાં આવ્યા છે જે ગર્ભવતી છે. જો કે કેન્દ્ર સરકારે પોતાની નવી ગાઈડલાઈનમાં જાણકારી આપી છે કે સ્વાસ્થ્ય મંત્રાલયે બીજી જુલાઈએ NTAGI એટલે કે નેશનલ ટેકનિકલ એડવાઇઝરી ગ્રૂપ ઓન ઇમ્યૂનાઇઝેશનની ભલામણોને મંજૂરી કરી લીધી છે. જેનો મતલબ એ છે કે ગર્ભવતી મહિલાઓ હવે CoWIN પર રજીસ્ટર કરાવી શકે છે કે વેક્સીન લગાવવા માટે COVID ટિકાકરણ કેન્દ્ર જઇ શકે છે.

રાજ્યમાં (Gujarat)માં આ વેકિસનેશન ડ્રાઇવ (Vaccination) માટે આરોગ્ય વિભાગે તૈયારી શરૂ કરી દીધી છે. ગુજરાતમાં જુલાઈ મહિલાના અંતમાં સગર્ભા મહિલાઓને વેક્સિને આપવામાં આવશે તેવા અહેવાલો સામે આવ્યા છે.

એટલે કે આ અંગે રાજ્યમાં આરોગ્ય વિભાગના કર્મચારીઓને મહિલાઓને કઈ કઈ તકેદારી રાખવી તેની સમજણ આપવામાં આવી છે. રાજ્ય સરકાર દ્વારા આ અંગે અભ્યાસ કરી અને વેક્સિનેશન કરવામાં આવશે. આ અંગેની સત્તાવાર તારીખ પણ આગામી દિવસોમાં જાહેર કરવામાં આવશે.

સ્ટડીમાં એ સામે આવ્યું હતું કે કોરોના ઇન્ફેક્શનથી ગર્ભવતી મહિલાઓના સ્વાસ્થ્ય પર ખરાબ અસર થઇ રહી હતી અને તેમાં ઘણી ગંભીર બીમારીઓનો ખતરો વધવાની સાથે ભ્રૂણ ઉપર પણ અસર પડવાની આશંકા હતી.

મંત્રાલયે કહ્યું કે ખૂબ ઓછી એટલે કે 100,000-500,000 માંથી એક સગર્ભા સ્ત્રીઓમાં રસીકરણના 20 દિવસમાં કેટલાક લક્ષણો દેખાઈ શકે છે. જેના પર તાત્કાલિક ધ્યાન આપવું જરૂરી છે. સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું કે, જો સગર્ભા સ્ત્રીને કોરોનાનો ચેપ લાગે છે, તો તેમાંથી 90 ટકા મહિલાઓ હોસ્પિટલમાં દાખલ થયા વિના સ્વસ્થ થઈ જાય છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code