- અયોધ્યામાં રામમંદિરના નિર્માણનું કામ રોકેટની ગતિથી
- મંદિરના પાયાનું કામ શરૂ કરવામાં આવ્યું
- જમીનમાં 40 ફૂટ નીચે કરવામાં આવ્યું છે ખોદકામ
ઉતર પ્રદેશ : અયોધ્યામાં ભવ્ય રામ મંદિર પરિસરમાં જોરો શોરોથી કામ ચાલી રહ્યું છે. ફાઉન્ડેશનના પાયા અને તેમાં વપરાયેલી સામગ્રીના ફોર્મ્યુલા પર પહેલેથી જ નિર્ણય લેવામાં આવ્યો હતો. રામ મંદિરના પાયા માટે જમીનથી 40 ફૂટ નીચે કંક્રિટની લેયર્સ નાખવાનું કામ ચાલી રહ્યું છે. આવી 45 લેયર્સ નાખ્યા બાદ, 12 ફૂટ ઊંચા ચબુતરા પર ભવ્ય રામ મંદિરના ગર્ભગૃહ-મંડપનું નિર્માણ શરૂ થશે.
રામ મંદિરના પાયાના કાર્ય માટે જન્મસ્થળ પર જમીનથી 40 ફૂટ નીચે ઊંડું ખોદકામ કરવામાં આવ્યું છે. આ ખોદકામ પછી જન્મસ્થળની બહાર નીકળેલી તમામ પ્રતિમાઓ અને મંદિરના અવશેષો સાચવવામાં આવ્યા છે. રામ મંદિરનો પાયો મજબૂત કરવા માટે જમીનમાં 40 ફૂટ ખોદકામ કરવામાં આવ્યું છે. આ વિશાળ સ્થળે હવે કંક્રિટની લેયર્સ નાખવાનું કામ ચાલી રહ્યું છે.
નિષ્ણાતોની સલાહ પર, તે નક્કી કરવામાં આવ્યું છે કે, રામ મંદિર પરિસરનો પાયો રોલર કોમ્પેક્ટેડ કંક્રિટ ટેકનોલોજીનો ઉપયોગ કરીને બનાવવામાં આવશે. અત્યાર સુધીમાં 4 લેયર એકની ઉપર એક નાખવામાં આવ્યા છે. આ લેયર્સની લંબાઈ 400 ફૂટ અને પહોળાઈ 300 ફૂટ છે.
એવું માનવામાં આવે છે કે, ભવ્ય રામ મંદિરના નિર્માણમાં 36 મહિનાનો સમય લાગશે. એવામાં, ડિસેમ્બર 2023 થી માર્ચ 2024 ની વચ્ચે અયોધ્યામાં ભવ્ય રામ મંદિર બનીને તૈયાર થશે.