Site icon Revoi.in

શિવભક્તો માટે સારા સમાચાર – કેદારનાથ મંદિરના કપાટ 25 એપ્રિલ ખોલવામાં આવશે

Social Share

દહેરાદૂનઃ- ભગવાન શિવના ભક્તો માટે જાણીતું કેદારનાથ ધામ વિશઅવભરમાં લોકપ્રિય છે જો કે જૂન મહિના બાદ આ મંદિરના દ્રારા બંધ કરી દેવામાં આવે છએ ત્યારે હવે અપ્રિલ મહિનામાં ભક્તો માટે મંદિરના કપાટ ખોલવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે દર વર્ષે મહાશિવરાત્રીના તહેવાર પર કેદારનાથના દ્વાર ખોલવાની તારીખ જાહેર કરવામાં આવે છે. દર વર્ષે દેશના કરોડો ભક્તો કેદારનાથ ધામના દરવાજા ખુલવાની રાહ જુએ છે. આવી સ્થિતિમાં તમામ શ્રદ્ધાળુઓ માટે આ સમાચાર ખૂબ જ સારા સમાચાર છે.દર વર્ષે શિયાળામાં ભારે હિમવર્ષા અને તીવ્ર ઠંડીને કારણે કેદારનાથ, બદ્રીનાથ, ગંગોત્રી અને યમુનોત્રીના દરવાજા ભક્તો માટે બંધ કરી દેવામાં આવે છે, જે આવતા વર્ષે એપ્રિલ-મેમાં ફરી ખોલવામાં આવે છે.

પ્રાપ્ત વિગત પ્રમાણે ઉત્તરાખંડના મુખ્ય તીર્થસ્થળ કેદારનાથ મંદિરના કપાટ હવે  25 એપ્રિલે ભક્તો માટે ખોલવામાં આવી રહ્યા છે. ઉખીમઠના ઓમકારેશ્વર મંદિરથી બાબા ધામના દ્રાર  ખોલવાની જાહેરાત કરવામાં આવી હતી. આ સાથે જ કપાટ ખોલતા પહેલા પરંપારગત રીત રિવાજની સાથે 21 એપ્રિલે, બાબાની ઉત્સવની ડોલી ઉખીમઠથી કેદારનાથ માટે રવાના થશે.

ત્યાર બાદ તેના બીજા દિવસે 22 એપ્રિલે વિશ્વનાથ મંદિર ગુપ્તકાશીમાં રાત્રિ રોકાણ કરશે. અને તેનાપછીના દિવસે એટલે કે  23 એપ્રિલે બાબાની ઉત્સવની ડોળી ફાટામાં રાત્રી રોકાણ કરશે. જ્યારે 24મી એપ્રિલે ગૌરીકુંડમાં રાત્રી રોકાણ થશે