ટેલીગ્રામ યૂઝર્સ માટે સારા સમાચાર- ક્રિપ્ટોકરન્સીથી હવે થશે પેમેન્ટ અને ભરી શકાશે ડોનેશન
- ટેલીગ્રામ યૂઝર્સ માટે સારા સમાચાર
- ક્રિપ્ટોકરન્સીથી હવે થશે પેમેન્ટ
- હવે ભરી શકાશે ડોનેશન
ટેલિગ્રામનો ઉપયોગ કરતા લોકો માટે એક સારા સમાચાર સામે આવ્યા છે, ટૂંક સમયમાં હવે તમે ટેલિગ્રામ પર ક્રિપ્ટોકરન્સીમાં ચૂકવણી પણ કરી શકશો.જી હા, ટેલિગ્રામ ઓપન નેટવર્ક સમુદાયે એક બ્લોગ પોસ્ટમાં જણાવ્યું હતું કે ટેલિગ્રામ વપરાશકર્તાઓ ટૂંક સમયમાં ક્રિપ્ટોકરન્સીમાં ડોનેશન કરી શકશે અને તેમના સબ્સ્ક્રિપ્શન માટે ચૂકવણી કરી શકશે. આ ક્રિપ્ટોકરન્સી ટોનકોઈન તરીકે ઓળખાશે.આ માટે દરેક ચેનલ એડમિન તેમની આવક એક જ ક્રિપ્ટોકરન્સીમાં જમા કરાવી શકશે.
ટેલિગ્રામના સીઇઓ અને સહ-સ્થાપક પરેલ ડ્યૂવે જાહેરાત કરી હતી કે કંપનીને 2020 માં આ પ્રોજેક્ટ વિશે સત્તાવાર રીતે જાણ કરવામાં આવી હતી, જોકે TON બ્લોકચેન ટેક્નોલોજી હજુ તેના વિકાસના તબક્કામાં કાર્યરત છે. બ્લોકચેન પ્રોટોકોલે તેના અધિકૃત ટેલિગ્રામ હેન્ડલ પર જણાવ્યું હતું કે, “TON સમુદાય એ જાહેરાત કરતાં ગર્વ અનુભવે છે કે TON બ્લોકચેન અને ડોનેટ, એક ટેલિગ્રામ-વેરિફાઈડ પેમેન્ટ સર્વિસ, સત્તાવાર ભાગીદાર બની ગયા છે.”