Site icon Revoi.in

અમેરિકા જવા માંગતા લોકો માટે ખુશ ખબર-વિઝા અપોઈમેન્ટ માટેનું વેઈટિંગ ઘટશે, 1 લાખ સ્લોટ ખોલવામાં આવ્યા

Social Share

દિલ્હી- છેલ્લા ઘણા સમયથી કોરોના મહામારીને કારણે અમેરિકા જવા માંગતા લોકોએ લાંબી રાહ જોવી પડી રહી છે,કોરોનાના કારણે છએલ્લા 2,5 વર્ષથી વિઝા અપોઈમેન્ટ માટે લાંબુ વેઈટિંગ જોવા મળી રહ્યું છે ત્યારે હવે અમેરિકા જવા માંગતા ભારતીયો માટે ખુશ ખબર સામે આવી રહી છે

પાપ્ત વિગત પ્રમાણે અમેરિકાના વિઝા મેળવવા માંગતા ભારતીયો માટે સારા સમાચાર છે. એક તરફ જ્યાં વિઝા માટે રાહ જોવાનો સમયગાળો ઘટાડવામાં આવી રહ્યો છે. તે જ સમયે, એક લાખ નવા વિઝા સ્લોટ પણ ખોલવામાં આવ્યા છે જેથી હવે આ વેઈટિંગ પિરીયડમાં ઘટાડો જોવા મળશે.

અમેરિકા તરફથી વિઝાને લઈને ઘણા  મહત્વપૂર્ણ પગલા લેવામાં આવ્યા છે અને નિયમોમાં પણ ફેરફાર કરવામાં આવ્યા છે. આ ઉપરાંત H અને L વર્ક વિઝા માટે 1 લાખ સ્લોટ પણ ખોલવામાં આવ્યા છે.

આ બાબતને લઈને અમેરિકી દૂતાવાસના અધિકારીએ માહિતી આપી છે. આ વર્ષે અમેરિકાએ ભારતીય વિદ્યાર્થીઓને 82 હજાર સ્ટુડન્ટ વિઝા જારી કર્યા છે. ત્યાર બાદ પ્રાથમિકતા અન્ય વિઝા સાથે સંકળાયેલ રાહ જોવાનો સમય  સમાપ્ત કરવાની પ્રાથમિકતા છે. તેમાં H અને H શ્રેણીઓના બિન-નિવાસી વર્ક વિઝા તેમજ પ્રતિષ્ઠિત H-1B વિઝા, B-1 બિઝનેસ વિઝા, B-2 પ્રવાસન વિઝા અને શિપિંગ અને એરલાઇન કંપનીઓના ક્રૂ માટેના વિઝાનો સમાવેશ થાય છે.

ઉલ્લેખનીય છે કે  આગામી એક વર્ષમાં મોટ H&L વર્કર વિઝા જાહેર કરવામાં આવનાર છે. અમેરિકા માટે ભારત નંબર 1 પ્રાથમિકતા ધરાવતો દેશ છે. યુએસ વિઝા મળ્યા બાદ દર વર્ષે મોટી સંખ્યામાં ભારતીયો કામ માટે અમેરિકા જાય છે. ત્યારે હવે ઘણા સમયથી રાહ જોઈ રહેલા ભારતીયોને વિઝા મળવામાં રાહત મળી શકે છે.