પ્રવાસીઓ માટે ખુશખબર – જમ્મુની ઝેલમ નદીમાં 10 કિમી સુધી હવે પ્રવાસીઓ ક્રુઝની મજા માણી શકશે
- જમ્મુની ઝેલમ નદીમાં પ્રવાસીઓ કરી શકશે વિહાર
- 10 કિમી સુધીના ક્ષેત્રમાં ક્રુઝ સેવા નો આરંભ કરાશે
શ્રીનગરઃ- જમ્મુ કાશ્મીરને દેશની જન્નત કહેવામાં આવે છે, અહીનું બરફવાળું વાતાવરણ અને ઠંડી પ્રવાસીઓનું મન મોહી લે છે, જાણે જન્નતમાં આવ્યો હાવાનો અનુભવ થાય છે ,જમ્મુ કાશ્મીરને જ્યારથી કેન્દ્ર સાશિત પ્રદેશ તરીકે જાહેર કર્યું છે ત્યારથી પ્રવાસીઓની અવર જવર વધી છે, જેને લઈને અહીના પ્ર્યટન ક્ષેત્રને સુધારવા પર વધુ ભાર મબકવામાં આવી રહ્યો છે ત્યારે હવે રાજ્ય સરકાર દ્રારા રાજ્ય સરકાર કાશ્મીરના પ્રવાસીઓ માટે ઝેલમ નદીમાં ક્રુઝ સેવા શરૂ કરવા જઈ રહી છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે આ ક્રૂઝ ઝીરો બ્રિજથી છટબાલ સુધીના 10 કિલોમીટરના વિસ્તારમાં વિહાર કરાવામાં આવશે. આ સુવિધા શ્રીનગર સ્માર્ટ સિટી હેઠળ શરૂ કરવામાં આવશે. આ માટે રસ ધરાવતા સેવા પ્રદાતાઓ પાસેથી ટેન્ડર પણ મંગાવવામાં આવ્યા છે.
શ્રીનગર સ્માર્ટ સિટીએ ક્રુઝ સુવિધા શરૂ કરવા માટે ટેન્ડરો આમંત્રિત કર્યા છે અને સેવા પ્રદાતાઓને 25 ફેબ્રુઆરી સુધીમાં બિડ કરવા જણાવ્યું છે. આ પછી કંપનીની પસંદગી કરવામાં આવશે અને આ સુવિધા શ્રીનગરમાં શરૂ કરવામાં આવશે.
સરકાર કાશ્મીર ઘાટીમાં પ્રવાસનને પ્રોત્સાહન આપવા માટે ઘણા પ્રયાસો કરી રહી છે.ત્યારે હવે જેલમ નદી પર ક્રુઝ સેવા શરૂ કરવામાં આવી રહી છે. ઝેલમ નદીમાં ક્રુઝ સેવા શરૂ થવાથી પ્રવાસીઓને શ્રીનગર શહેરની ધરોહરનો પણ અનુભવ થશે. આ પ્રથમ વખત બનશે જ્યારે શ્રીનગર શહેરમાં આવી સુવિધા શરૂ કરવામાં આવી રહી છે. આનાથી સ્થાનિક લોકોને રોજગારી મળશે સાથે જ કાશ્મીરને પ્રવાસન નકશા પર નવી ઓળખ મળશે.