દિલ્હીઃ જાણીતા ક્રિકેટર શુભમન ગિલની તબિયત છેલ્લા કેટલાક સમયથી ખરાબ હોવાની વર્લ્ડ કપની પાકિસ્તાનની મેચમાં તે ન રમી શકે તેવા સમાચાર સામે વ્યા હતા જો કે હવે ક્રિકેટ પ્રેમીઓ માટે સારા સમાચાર સામે આવ્યા છે શુભમન ગિલની રિકવરી સારી જોવા મળી રહી છે જેને જોતા પાકિસ્તાનની મેચ સામે શુભમનની એન્ટ્રી થઈ શકે છે.
જો કે આ મામલે બીસીસીઆઈ દ્વારા ગિલના સ્વાસ્થ્યને લઈને કોઈ અપડેટ આપવામાં આવી નથી. જો કે, મીડિયા રિપોર્ટ્સની જો માનીએ તો ગિલ આજે અમદાવાદ પહોંચશે અને તેની રિકવરી BCCIની મેડિકલ ટીમની દેખરેખ હેઠળ ચાલુ રહેશે. આવી સ્થિતિમાં તે પાકિસ્તાન સામેની મેચમાં રમે તેવી સંભાવના છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે ભારતનો સ્ટાર ઓપનર શુભમન ગિલ આજે ચેન્નાઈથી અમદાવાદ જવા રવાના થશે. બીસીસીઆઈની મેડિકલ ટીમની દેખરેખ હેઠળ તેની રિકવરી ચાલુ રહેશે અને તે પાકિસ્તાન સામેની મેચમાં રમી શકશે.
ઉલ્લેખનીય છે કે ગિલ ડેન્ગ્યુથી પીડિત હતો અને ઓસ્ટ્રેલિયા સામેની મેચમાં રમ્યો નહોતો. આ પછી, તે સારવાર માટે ચેન્નાઈમાં રહ્યો અને બાકીની ટીમ અફઘાનિસ્તાન સામેની મેચ માટે દિલ્હી જવા રવાના થઈ ગઈ. હવે ગિલ અમદાવાદમાં ભારતીય ટીમ સાથે જોડાશે. અહીં ભારતે 14 ઓક્ટોબરે પાકિસ્તાન સામે રમવાનું છે.
શુભમન ગિલ ડેન્ગ્યુથી પીડિત હતા અને તેમના શરીરમાં પ્લેટલેટની સંખ્યા એક લાખ કરતા ઓછી હોવાથી સાવચેતીના પગલા તરીકે તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જોકે, માત્ર એક રાત રોકાયા બાદ તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. હવે ગિલ માટે સૌથી મોટો પડકાર મેચ ફિટ રહેવાનો રહેશે.