Site icon Revoi.in

કોરોનાની ત્રીજી વેક્સિન મામલે અદાર પુનાવાલાએ આપ્યા સારા સમાચાર – કહ્યું, જુન મહિના સુધી ‘નોવાવેક્સ’ વેક્સિન લોન્ચ થશે

Social Share

દિલ્હીઃ-સિરમ સંસ્થા કોરોના વેક્સિન નિર્માણમાં આગવું મહત્વ ધારવે છે, ત્યારે કોરોના વેક્સિનને લઈને બીજા એક સારા સમાચાર પ્રાપ્ત થાય છે, સિરમ સંસ્થાના સીઈઓએ આ મામલે એક ટચ્વિટ કર્યું છે, અને કહ્યું કે સીરમ ઈન્સ્ટીટ્યૂટના નોવાવેક્સની સાથે પણ કોવિડ 19 વેક્સીન માટે ભાગીદારીમાં ઉત્કૃષ્ટ અસરકારકતાના પરિણામ સકારાત્મક આવ્યા છે.

દેશમાં હવે ટૂંક સમયમાં જ કોરોનાની ત્રીજી વેક્સિન ઉપલબ્ધ કરાવવામાં આવી શકે છે. સીરમ ઈન્સ્ટીટ્યૂટ ઓફ ઈન્ડિયાના સીઈઓએ આ બાબતે ખાસ ટ્વિટ કરીને જાણકારી આપી છે.

તેમણે વધુમાં જણાવ્યું છે કે, તેઓએ દેશમાં આ વેક્સિનનું પરિક્ષણ શરુ કરવા માટેની અરજી આપી છે અને જૂન મહિના સુધીમાં આ કોવોવેક્સ લોન્ચ કરવાની આશા સેવાઈ રહી છે.કંપનીએ તે પણ દાવો કર્યો કે, તેની રસી બ્રિટન અને દક્ષિણ આફ્રિકામાં ફેલાય રહેલા વાયરસના નવા સ્ટ્રેન વિરુદ્ધ પ્રતિરોધક ક્ષમતા વિકસિત કરવાના મામલામાં ઉપયોગી સાબિત થઈ રહી છે.

કોરોનાની આ વેક્સિન નોવાવેક્સ યુનાઈટેડ કિંગડમમાં ત્રીજા તબક્કાના પરિક્ષણમાં 90 ટકા  અસરકરતી જોવા મળી છે,એક અભ્યાસ પ્રમાણે સંચરણની સાથે વિશેષ રીતે યૂનાઈટેડ કિંગડમમાં અસરકારક રીતે  મોટા પ્રમાણમાં કોરોનાના નવા સ્ટ્રેન સાથે તેનું પરિક્ષણ કર્યુ હતુ.

સાહિન-