‘અવતાર’ને હિન્દી દર્શકો તરફથી સારો પ્રતિસાદ – ફર્સ્ટ શો માટે જ લાખો ટિકિટ બૂક
- અવતાર ફિલ્મની એડવાન્સ બૂકિંગ જારશોરમાં
- પહેલા દિવસ માટે અઢી લાખ ટિકિટ બૂકિંગ
મુંબઈઃ- ફિલ્મ અવતાર 16 ડિસેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે ત્યારે દર્શકોમાં પણ ફિલ્મને લઈને ભારે ઉત્સાહ જોવા મળ્યો છે, એડવાન્સ બૂકિંગ પણ જોરશોરમાં ચાલી રહ્યું છે, ડિરેક્ટર જેમ્સ કેમરનની ફિલ્મ ‘અવતાર ધ વે ઑફ વૉટર’ને લઈને ભારતીય દર્શકોમાં ભારે ઉત્સુકતા છે.
જાણકારી પ્રમાણે પહેલા દિવસે લગભગ 2.5 લાખ લોકોએ ફિલ્મ જોવા માટે તેમની ટિકિટ બુક કરાવી લીધી છે. રવિવાર બપોર સુધીના એડવાન્સ બુકિંગના આંકડાથી દર્શકોનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
હિન્દીમાં પણ ફિલ્મ જોવા માટે દર્શકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે, માત્ર હિન્દી વર્ઝનના એડવાન્સ બુકિંગથી જ ફિલ્મ ‘અવતાર ધ વે ઓફ વોટર’એ લગભગ એક કરોડ રૂપિયાની કમાણી કરી લીધી છે.
13 વર્ષ પહેલા રીલિઝ થયેલી સિક્વલ ફિલ્મ ‘અવતાર ધ વે ઓફ વોટર’ 16 ડિસેમ્બરે સમગ્ર વિશ્વની સાથે ભારતમાં પણ રીલિઝ થઈ રહી છે. કાલ્પનિક દુનિયાના પાંડોરામાં હાજર ખનીજ લૂંટવા આવેલા માનવીઓ સાથે સ્થાનિક આદિવાસીઓના એન્કાઉન્ટરની આ વાર્તા આ વખતે સમુદ્રના ઊંડાણમાં જોવા મળશે.
ઉલ્લેખનીય છે કે હવે હોલિવૂડની ફિલ્મોને પણ મોટા પ્રમાણમાં ભારતીય દર્શકો મળી રહ્યા છે,ઘણી એવી હોલિવૂડ ફિલ્મ છે જેને ભારકતમાં પણ કમરતોડ કમાણી કરી છે.જેમ્સ કેમરોનની ‘ટર્મિનેટર’ સિરીઝની ફિલ્મો સિવાય તેની ફિલ્મ ‘ટાઈટેનિક’એ પણ ભારતમાં સારો બિઝનેસ કર્યો હતો. આ સાથે જે અલીટા ઘ બેટલ એન્જલ,ટર્મિનેટર આ ફિલ્મ પણ વખાઈ હતી અને જેણે ખૂબ કમાણી કરી છે. ત્યારે હવે ‘અવતાર ધ વે ઓફ વોટર’ પણ ભારતમાં જોરદાર બિઝનેસ કરશે તેવી આશા છે.