Site icon Revoi.in

દેશની અર્થવ્યવસ્થા માટે સારા સંકેત – IMFએ ભારતનો GDP વૃદ્ધિ દરમાં વધારો કર્યો

Social Share

દિલ્હીઃ- દેશની અર્થવ્યવસ્થા કોરોના મહામારી બાદ પણ સતત પાટા પરથી ઉતરી નથી અર્થવ્યવસ્થામાં ઉપરથી વેગ જોવા મળ્યો છે ત્યારે ફરી એક વખત દેશના ડીજીપી ગ્રોથને લઈને સારા સમાચાર સામે આવી રહ્યા છે.

પ્રાપ્ત વિગત અનુસાર ઈન્ટરનેશનલ મોનેટરી ફંડે નાણાકીય વર્ષ 2023-24 માટે ભારતના જીડીપી અનુમાનમાં વધારો કર્યો છે MFI એ દેશના ડીજીપી ગ્રોથમાં 20 બેસિસ પોઈન્ટનો વધારો કર્યો છે.

આ સહીત IMFએ 2024-25 માટે ભારતના આર્થિક વિકાસ અનુમાનમાં કોઈ ફેરફાર કર્યો નથી. એજન્સીએ આગામી નાણાકીય વર્ષ માટે 6.3 ટકા વૃદ્ધિ દરનો અંદાજ જાળવી રાખ્યો છે. ઇન્ટરનેશનલ મોનેટરી ફંડનું માનવું છે કે 2023માં વૈશ્વિક આર્થિક વૃદ્ધિ દર 3 ટકા રહેવાનો અંદાજ છે. 2024 માટે પણ 3 ટકા વૃદ્ધિ દરનો આંકડો યથાવત રાખવામાં આવ્યો છે.

આ સહીત IMFએ કહ્યું કે વર્તમાન નાણાકીય વર્ષમાં ભારતનો GDP 6.1 ટકા રહેવાનો અંદાજ છે.આ પહેલા IMFએ 5.9 ટકા વૃદ્ધિ દરનો અંદાજ મૂક્યો હતો.ઈન્ટરનેશનલ મોનેટરી ફંડે તેના અપડેટેડ વર્લ્ડ ઈકોનોમિક આઉટલુક રિપોર્ટ જારી કર્માંયો છે જેમાં દેશની ડીજીપી અંગે વાત કરવામાં આવી છે.

માહિતી અનુસાર દેશમાં સ્થાનિક રોકાણને કારણે આર્થિક વૃદ્ધિ દર અપેક્ષા કરતાં વધુ સારો રહેવાનો અંદાજ સેવાઈ રહ્યો છે. IMFએ 2023-23માં 6.1 ટકા GDPનો અંદાજ મૂક્યો છે, જે ભારત સરકાર અને RBIના અંદાજ કરતાં તો ઓછોજોવા મળી રહ્યો છે કારણ કતે આરબીઆઈએ ચાલુ નાણાકીય વર્ષમાં 6.5 ટકા જીડીપી વૃદ્ધિનો અંદાજ સેવ્યો હતો.

જો આપણે વર્નોષ 2022-23ના ચોથો ક્વાર્ટરની વાત કરીએ તો આ સમયગાળા દરમિયાન દેશ  માટે વૃદ્ધિના પરિપ્રેક્ષ્યમાં ઉત્તમ હતો. ચોથા ક્વાર્ટરમાં 6.1 ટકાનો જીડીપી વૃદ્ધિ દર રહ્યો  હતો, જેના કારણે 2022-23માં ભારતનો જીડીપી 7.2 ટકા રહ્યો છે.