- દેશની અર્થ વ્યવસ્થા સુધરવાના સંકેત
- ફિચે જીડીપી અંદાજ 6 ટકાથી વધાર્યો
દિલ્હીઃ- કોરોના મહામારીમાં દેશની અર્થવ્યવસ્થા પાટા પરથી ઇતરી પડી હતી જો કે કોરોનાની સ્થિતિ જેમ જેમ સામાન્ય બનતી ગઈ તેમ તેમ અર્થવ્યવસ્થા સુધરીને ફરી પાટે ચઢી હતી જો કે કોરોના જેવી ઘાતક મહામારીમાં પણ ભારત દેશ તરત બહાર તરી આવ્યો હતો અને એર્થવ્યવસ્થા સ્થિતિ બની હતી ત્યારે હવે ફીચે ભારતનો ડીજીપી અંદાજ 6 ટકાથી વધારીને 6.3 ટકા કર્યો છે.
પ્રાપ્ત વિગત પ્રમાણે રેટિંગ એજન્સી ફિચે ચાલુ નાણાકીય વર્ષ 2023-24 માટે ભારતના જીડીપી વૃદ્ધિ અંદાજને 6 ટકાથી વધારીને 6.3 ટકા કર્યો છે. એચલે કે એમ કહી શકાય તે અર્થ ફિચ રેટિંગ્સે તેના અગાઉના અંદાજમાં 0.3 પોઈન્ટનો વધારો કર્યો છે.ઉલ્લેખનીય છે કે આ અગાઉ ફિચે ભારતનો વિકાસ દર છ ટકા રહેવાનો અંદાજ મૂક્યો હતો. .
રેટિંગ એજન્સીના પ્રમાણે જાન્યુઆરી-માર્ચ 2023 (1Q23) દરમિયાન દેશની જીડીપીમાં 6.1 ટકા વૃદ્ધિ જોવા મળી હતી. આ સિવાય તાજેતરના મહિનાઓમાં ઓટોમોબાઈલ સેક્ટરનું વેચાણ, પીએમઆઈ સર્વે અને ક્રેડિટ ગ્રોથ જેવા આંકડા પણ ઘણા સારા રહ્યા છે. આ તમામ કારણોને લીધે, માર્ચ 2024 (FY23-24)માં પૂરા થતા બિઝનેસ વર્ષ માટે જીડીપી વૃદ્ધિનું અનુમાન 0.3 ટકાથી વધારીને 6.3 ટકા કરવામાં આવી રહ્યું છે
ફિચનું કહેવું છે કે વર્તમાન નાણાકીય વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળામાં અર્થતંત્રનું સારું પ્રદર્શન એટલે કે એપ્રિલ-જૂન 2023 એ ભારતના વિકાસ દરના અંદાજમાં સુધારાનું મુખ્ય કારણ છે. આ સિવાય ટૂંકા ગાળામાં અર્થવ્યવસ્થાની ગતિ પણ ખૂબ જ મજબૂત દેખાઈ રહી છે.
ફિચે તેના લેટેસ્ટ રિપોર્ટમાં કહ્યું છે કે જાન્યુઆરી-માર્ચ 2023 દરમિયાન પણ ભારતનો જીડીપી ગ્રોથ અપેક્ષા કરતા સારો રહ્યો છે અને બે ક્વાર્ટર સુધી સતત ઘટાડા બાદ મેન્યુફેક્ચરિંગમાં પણ રિકવરી જોવા મળી રહી છે. આ સહીત બાંધકામ ઉદ્યોગ અને કૃષિ ઉત્પાદનમાં સુધારાથી અર્થવ્યવસ્થાને વેગ મળ્યો છે. ફિચના મતે, સ્થાનિક માંગ અને ચોખ્ખો વેપાર પહેલા કરતા સારો હોવા પણ જીડીપી વૃદ્ધિમાં આ સુધારાનું મુખ્ય કારણ છે.