- સોશિયલ મીડિયાના નિયમોને લઈને ટ્વિટરની મનમાની
- ગૂગલ અને વ્હોટ્સએપ તેમની વેબસાઈટ કરી રહ્યા છે અપડેટ
દિલ્હીઃ-દેશમાં હાલ સોશિયલ મીડિયાને લઈને જંગ છેડાઈ હોય તેમ જોવા મળી રહ્યું છે.કેન્દ્ર સરકારના નવા સોશિયલ મીડિયા નિયમોની જીદપૂર્વક અનાદર કરીને, ટ્વિટરને બાદ કરતા ગૂગલ અને ફેસબુક જેવી અન્ય મોટી ડિજિટલ કંપનીઓએ ફરિયાદ નિવારણ અધિકારીની નિમણૂક સહિતની માહિતી જાહેર કરવા માટે તેમની વેબસાઇટ્સને અપડેટ કરવાનું કાર્ય શરૂ કર્યું છે.આ સાથે જ નવા નિયમો 26 મેથી અમલમાં મૂકવામાં આવનાર છે
સોશિયલ મીડિયાના નવા નિયમો હેઠળ, સોશ્યલ મીડિયાની મોટી કંપનીઓને ફરિયાદ નિવારણ અધિકારી, નોડલ અધિકારીઓ અને મુખ્ય ઓપરેટિંગ અધિકારીઓ તરીકે નિયુક્ત કરવામાં આવનાર છે. આ અધિકારીઓએ તેઓની ભારતમાં નિમણૂક કરીને અહીં જ રહેવું જરૂરી છે. તે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 5 મિલિયનથી વધુ વપરાશકર્તા આધાર ધરાવતા મુખ્ય સામાજિક મીડિયા એન્ટિટીઝની કેટેગરીમાં આવે છે.
ઉદ્યોગના સૂત્રોએ આ મામલે માહિતી આપતા જણાવ્યું હતું કે ફેસબુક અને વ્હોટ્સએપ પહેલેથી જ ઇલેક્ટ્રોનિક્સ અને આઇટી મંત્રાલય સાથે પાલન રિપોર્ટ શેર કરી ચૂક્યા છે. આ મંચો પર નવા ફરિયાદ નિવારણ અધિકારીઓની નિમણૂક અંગેની માહિતી અપડેટ કરવામાં આવી રહી છે. .
ગૂગલનું કોન્ટેક્ટ અસ પેજ પર જે ગ્રિયરની જાણકારી પ્રદર્શિત થી રહી છે, તેમનું એડ્રેસ અમેરિકાીમાં માઉન્ટેન વ્યૂ છે. આ પેજ પર યૂટ્યૂબ માટે ફરીયાદનો હલ કરવા માટેની વ્યવસ્થા વિશે જાણકારી આપવામાં આવી છે.
નવા નિયમો મુજબ, તમામ સોશિયલ મીડિયા કંપનીઓએ ફરિયાદ નિવારણ અધિકારી અને તેમની વેબસાઇટ, એપ્લિકેશન અથવા બંને પર તેમના સરનામાં વિશે માહિતી આપવાની રહેશે. ઉપરાંત, ફરિયાદ કરવાની રીત જણાવવી પડશે કે જેના દ્વારા વપરાશકર્તા અથવા પીડિત તેમની ફરિયાદ કરી શકે છે. ફરિયાદ નિવારણ અધિકારીએ 24 કલાકની અંદર નોંધાયેલી ફરિયાદની રસીદની પણ જાણ કરવી પડશે. ઉપરાંત, આવી ફરિયાદોનો 15 દિવસની અવધિમાં નિરાકરણ લાવવો પડશે.
આ સમગ્ર મામલે સરકારી સૂત્રોએ શુક્રવારે કહ્યું હતું કે ટ્વિટર નિયમોનું પાલન કરી રહ્યું નથી. કંપનીએ મુખ્ય પાલન અધિકારીના નામની માહિતી પણ મંત્રાલયને મોકલી નહોતી. તેમણે કાનૂની કંપનીમાં કાર્યરત વકીલનું નામ સંપર્ક અધિકારી અને ફરિયાદ નિવારણ અધિકારી તરીકે રાખ્યું છે. જ્યારે આઇટી નિયમો સ્પષ્ટપણે જણાવે છે કે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ નામાંકિત અધિકારીઓએ કંપનીના કર્મચારી અને ભારતમાં રહેવું ફરજિયાત છે.
ટ્વિટર એ આ વિશેના ઇ-મેઇલ દ્વારા પ્રશ્નોના જવાબ આપ્યા નથી. ધર્મેન્દ્ર ચતુરને કંપનીની વેબસાઇટ પર ભારતના વચગાળાના ફરિયાદ અધિકારી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.