Site icon Revoi.in

Google આજે ખાસ ડૂડલ બનાવીને પિઝા ડે મનાવ્યોઃ જાણો શું છે પિઝા ડે મનાવવા પાછળનો ઈતિહાસ

Social Share

દિલ્હીઃ- ગૂગલનું ડૂડલ પોતે એક જાણકારીનો વિશ્વભરનો મોચટો સ્ત્રોત છે, ત્યારે હવે આજે આલ્ફાબેટની માલિકીની કંપનીએ પિઝા ડૂડલ તૈયાર કર્યું છે. ભારત સહિત વિશ્વના ઘણા દેશોમાં આ વાનગી ખૂબ જ પસંદ કરવામાં આવે છે. ગૂગલે આજે આ ડૂડલ બનાવ્યું છે કારણ કે વર્ષ 2007માં આ દિવસે નેપોલિટન પિઝાની રેસીપી યુનેસ્કોની પ્રતિનિધિ યાદીમાં સામેલ કરવામાં આવી હતી. જેને માનવતાના અમૂર્ત સાંસ્કૃતિક તરીકે વર્ણવવામાં આવ્યું હતું.

ગૂગલે આજના દિવસે પિઝા કટ ગેમ પણ બનાવી

જો તમે ડૂડલ પર ક્લિક કરશો તો તેમાં પિઝાના 11 મેનુ દેખાશે, જેને યૂઝર્સને કટ કરવાનો વિકલ્પ મળશે. આ પછી યુઝર્સને એક ખાસ પ્રોગ્રામિંગ હેઠળ સ્ટાર્સ પણ મળશે. જે તેઓ શેર પણ કરી શકે છે. ધ્યાનમાં રાખો કે સ્લાઇસ જેટલી સચોટ હશે, તેટલા વધુ સ્ટાર્સ તમને મળશે.

પિત્ઝાના આટલા ફ્લેવર્સ ગૂગલે ડૂડલમાં બનાવ્યા

ઈ ગેમમાં કુલ 11 પ્રકારના પિઝાને કાપવા પડશે, જેના પછી વપરાશકર્તાઓને સ્ટાર્સમાં રેટિંગ મળશે. આમાં માર્ગેરિટા પિઝા (, પેપેરોની પિઝા વ્હાઇટ પિઝા, કેલાબ્રેસા પિઝા, ઓનિયન રિંગ્સ, , મુઝેરેલા પિઝાનો સમાવેશ થાય છે.  હવાઈ પિઝા, માગ્યારોસ પિઝા , તેરિયાકી મેયોનેઝ પિઝા ,ટોમ યમ પિઝા , પનીર ટિક્કા પિઝા ( અને છેલ્લે સ્વીટ પિઝા પણ જોવા મળે છે.

જાણો શું છે પિઝાનો ઈતિહાસ

જાણો પિઝાનો ઈતિહાસ

ઇજિપ્તથી રોમ સુધીની પ્રાચીન સંસ્કૃતિઓ દ્વારા સદીઓથી ટોપિંગ સાથે ફ્લેટબ્રેડનો ઉપયોગ કરવામાં આવે છે. પરંતુ દક્ષિણપશ્ચિમ ઇટાલિયન શહેર નેપલ્સ વ્યાપકપણે 1700 ના દાયકાના અંતમાં પિઝા અટલે કે ટામેટા અને ચીઝ સાથે લોટના કતણકનું જન્મસ્થળ તરીકે જાણીતું છે. પિઝા બનાવવાની પદ્ધતિમાં અનાદિ કાળથી લઈને અત્યાર સુધી ઘણા ફેરફારો જોવા મળ્યા છે.

યુનાઈટેડ નેશન્સ એજ્યુકેશનલ, સાયન્ટિફિક એન્ડ કલ્ચરલ ઓર્ગેનાઈઝેશન પ્રમાણે, નેપોલિટન આર્ટ ‘પિઝીઓલો’ એક રસોઈ પ્રથા છે. તેમાં કણક તૈયાર કરવા અને તેને લાકડાના તંદૂરમાં રાંધવા સંબંધિત ચાર અલગ-અલગ તબક્કાઓનો સમાવેશ થાય છે. તેમાં બેકિંગ કામગીરીમાં રોકાયેલા લોકોની ફરતી હિલચાલનો પણ સમાવેશ થતો હતો. તેની  શરૂઆત કેમ્પાનિયા પ્રદેશની રાજધાની નેપલ્સમાં થઈ હતી, જ્યાં લગભગ 3,000 પિઝાઓલી હવે રહે છે અને પ્રદર્શન કરે છે.