Site icon Revoi.in

ગૂગલે બાસ્કેટબોલના જેમ્સ નાઇસ્મિથને આ રીતે  કર્યા યાદ

Social Share

ગૂગલ પોતાના ડૂડલના માધ્યમથી હંમેશા મોટી વ્યક્તિઓને યાદ કરે છે. આજે ગૂગલે બાસ્કેટબોલની શરૂઆત કરનાર કેનેડિયન-અમેરિકન શિક્ષક ડો. જેમ્સ નાઇસ્મિથને યાદ કર્યા છે. નાઇસ્મિથે 1891માં આજના દિવસે બાસ્કેટબોલની શરૂઆત કરી હતી.

6 નવેમ્બર 1861ના રોજ કેનેડાના ઓન્ટારિયોમાં અલ્મોંટે શહેર નજીક જન્મેલા નાઇસ્મિથે મૈકગિલ યુનિવર્સિટીમાંથી ફિઝિકલ એજ્યુકેશનમાં સ્નાતક થયા. 1890માં તેમણે મૈસાચુસેટસ સ્પ્રિંગફીલ્ડમાં વાયએમસીએ આંતરરાષ્ટ્રીય તાલીમ કોલેજમાં ટ્રેનર તરીકે કામ કર્યું. અહીં તેને ઇન્ડોર ગેમ વિકસાવવાનું કામ સોંપવામાં આવ્યું હતું. આ સમય દરમિયાન તેણે બાસ્કેટબોલની શરૂઆત કરી હતી.

21 ડિસેમ્બર 1891 ના નાઇસ્મિથે પહેલીવાર નવ ખેલાડીઓ સાથે પ્રથમ રમતની શરૂઆત કરી હતી. તેના નિયમો ફૂટબોલ અને ફિલ્ડ હોકીથી સામેલ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ તે રમત ખૂબ જ લોકપ્રિય થઇ. 1936માં બાસ્કેટબોલને પ્રથમ વખત બર્લિન ઓલિમ્પિકમાં સમાવેશ કરવામાં આવ્યો હતો.

નાઇસ્મિથે તમામ વિદ્યાર્થીઓ માટે શારીરિક અને માનસિક રીતે પોતાને સુધારવા માટે બાસ્કેટબોલની શરૂઆત કરી હતી. આ રમત એવા સમયે રજૂ કરવામાં આવી હતી, જ્યારે શાળાઓને અલગ કરવામાં આવી હતી, પરંતુ નાઇસ્મિથે દરેકને રમતની ક્ષમતા સાથે જોયા. તેમના જીવનકાળ દરમિયાન તેણે બાસ્કેટબોલને વધુ યુવાનો સુધી પહોંચવામાં મદદ માટે પગલાં લીધાં.ત્યારબાદ આ ગેમ ગ્લોબલ બની ગઈ.

-દેવાંશી