- ગૂગલના સીઇઓ એ કરી ધરખમ કમાણી
- સુંદર પિચાઈએ આટલા રૂપિયા કમાવ્યા
- જાણીને રહી જશે આંખો ખુલ્લી
દિલ્હી:સુંદર પિચાઈએ ડીસેમ્બર 2019 માં પ્રમોશન મળતા જ ગુગલની જ કંપની Alphabet Incમાં CEO બની ગયા હતા. જ્યારે એક તરફ તેનો પદ ભાર વધ્યો ત્યાં બીજી તરફ તે પદના હિસાબે સેલેરી પણ વધી ગઈ. શું તમે જાણો છો કે, 2020માં સુંદર પિચાઇને પગાર તરીકે કેટલી રકમ મળી? જો નહીં, તો ચાલો અમે તમને જણાવીશું.
યુએસ સિક્યોરિટીઝ એન્ડ એક્સચેંજ કમિશન પાસે ગુગલના વાર્ષિક પ્રોક્સી ફાઇલિંગ મુજબ,2020માં પિચાઈની બેઝ સેલેરી 2 મિલિયન ડોલર હતી. Alphabet Incએ તેની ફાઇલિંગમાં જણાવ્યું કે, 2020 માટે લીડરશીપ ડેવલપમેન્ટ એન્ડ કંપનસેશનને સુંદર પિચાઈની સેલેરીને વધારીને 2 મિલિયન કરી દીધી છે. આવું તેના વધતા પદભારને જોતા કરવામાં આવ્યું છે.
આ સાથે પિચાઈને 5 મિલિયન ડોલરનું અન્ય કંપનસેશન પણ આપવામાં આવ્યું, જેણે મળીને તેમનું કુલ કંપનસેશન 7.4 મિલિયન ડોલર થયું. આલ્ફાબેટના સીઈઓ બનતા પહેલા 2019માં પિચાઈનો પગાર આશરે 6.5 લાખ ડોલર હતો. તો, અન્ય કંપનસેશનની કુલ રકમ લગભગ 3.3 મિલિયન હતી.
2019માં આલ્ફાબેટ અને ગુગલના સીઈઓ બનવા પર પિચાઈને 240 મિલિયનનું સ્ટોક પેકેજ પણ આપવામાં આવ્યું હતું. પ્રોક્સી ફાઇલિંગ મુજબ, પિચાઈને આપેલા સ્ટોક પર પોતાનો માલિકીનો હક 202૩ માં ધરાવશે.