Site icon Revoi.in

ગૂગલના સીઈઓ સુંદર પિચાઈ દિલ્હીમાં વિદેશ મંત્રી જયશંકરને મળ્યા,આ મુદ્દાઓ પર કરી ચર્ચા  

Social Share

દિલ્હી:ગૂગલ અને આલ્ફાબેટના સીઈઓ સુંદર પિચાઈ આજે 20 ડિસેમ્બરે વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરને મળ્યા હતા.બંને વચ્ચે ભારતના ડિજિટલ ટ્રાન્સફોર્મેશન અને વૈશ્વિક વ્યૂહાત્મક વિકાસ અંગે ચર્ચા થઈ હતી.સુંદર પિચાઈ ગઈકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પણ મળ્યા હતા. પિચાઈએ ટ્વીટ કરીને આ અંગે માહિતી આપી હતી અને ખુશી વ્યક્ત કરી હતી કે તમારા નેતૃત્વમાં ટેકનિકલ પરિવર્તનની ઝડપી ગતિ જોવી પ્રેરણાદાયક છે.

ગૂગલના સીઈઓ સુંદર પિચાઈને મળવા પર વિદેશ મંત્રીએ કહ્યું, “આજે બપોરે ગૂગલ અને આલ્ફાબેટના સીઈઓ સુંદર પિચાઈને મળીને આનંદ થયો.ભારતના ડિજિટલ ટ્રાન્સફોર્મેશન અને વૈશ્વિક વ્યૂહાત્મક વિકાસની ચર્ચા કરી.”Google CEO ભારતમાં Googleની સૌથી મોટી ઈવેન્ટ, Google for Indiaની 8મી આવૃત્તિ માટે ભારત આવ્યા છે.આ કાર્યક્રમનું આયોજન 19 ડિસેમ્બરે દિલ્હીના પ્રગતિ મેદાનમાં કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમમાં માહિતી અને ટેકનોલોજી મંત્રી અશ્વિની વૈષ્ણવે પણ ભાગ લીધો હતો.

ભારતને એક મોટી નિકાસ અર્થવ્યવસ્થા ગણાવતા, સુંદર પિચાઈએ સોમવારે કહ્યું કે ગૂગલ 100 થી વધુ ભારતીય ભાષાઓ માટે ઇન્ટરનેટ સર્ચ મોડલ વિકસાવી રહ્યું છે.અહીં મહિલાઓની આગેવાની હેઠળની સ્ટાર્ટઅપ કંપનીઓને 7.5 કરોડ ડોલરની મદદ આપશે.ગૂગલ ભારતમાંથી બિઝનેસ કરતા સ્ટાર્ટઅપ્સ પર ફોકસ કરી રહ્યું છે.આ સ્ટાર્ટ-અપ્સ માટે નિર્ધારિત 300 કરોડ ડોલરમાંથી એક ચતુર્થાંશ મહિલાઓની આગેવાની હેઠળના સ્ટાર્ટઅપ્સમાં રોકાણ કરવામાં આવશે.