દિલ્હી:ગૂગલના સીઈઓ સુંદર પિચાઈ સોમવારે પીએમ મોદીને મળ્યા હતા.પિચાઈએ મીટિંગ પછી ટ્વીટ કર્યું કે તમારા (PM મોદીના) નેતૃત્વમાં તકનીકી પરિવર્તનની ઝડપી ગતિ જોવી પ્રેરણાદાયક છે.તેમણે કહ્યું કે, તેઓ અમારી મજબૂત ભાગીદારીને આગળ પણ ચાલુ રાખશે.અને ભારતના G-20માં ઓપન, કનેક્ટેડ ઈન્ટરનેટની ચર્ચાને સમર્થન કરે છે.
પિચાઈએ કહ્યું કે,વડાપ્રધાન મોદીના ડિજિટલ ઈન્ડિયાના વિઝનથી પ્રગતિની ગતિ ઝડપી થઈ છે, જે આપણે સમગ્ર દેશમાં જોઈ રહ્યા છીએ.Google CEOએ વધુમાં કહ્યું કે,તેઓ આતુર છે કે,ભારત 2023માં G20ની અધ્યક્ષતા લઈને વિશ્વ સાથે તેનો અનુભવ શેર કરે.
Thank you for a great meeting today PM @narendramodi. Inspiring to see the rapid pace of technological change under your leadership. Look forward to continuing our strong partnership and supporting India's G20 presidency to advance an open, connected internet that works for all. pic.twitter.com/eEOHvGwbqO
— Sundar Pichai (@sundarpichai) December 19, 2022
ગૂગલના સીઈઓનું કહેવું છે કે,ભારતમાં ટેક્નોલોજીકલ પરિવર્તનની ગતિ અસાધારણ છે.તેમણે વધુમાં કહ્યું કે,આગળ ઘણી તકો છે.તેણે કહ્યું કે,તે તેને નજીકથી જોઈને ખુશ છે અને પહેલાથી જ તેની અલગ મુસાફરીની રાહ જોઈ રહ્યા છે.
સુંદર પિચાઈએ નિવેદનમાં કહ્યું કે,ગૂગલ નાના બિઝનેસ અને સ્ટાર્ટઅપ્સને સપોર્ટ કરી રહ્યું છે.તેમના મતે ગૂગલ સાયબર સિક્યોરિટીમાં રોકાણ કરી રહ્યું છે.આ સાથે કંપની શિક્ષણ અને કૌશલ્યની તાલીમ પણ આપી રહી છે.તેમણે એમ પણ કહ્યું કે,કંપની કૃષિ અને આરોગ્ય જેવા ક્ષેત્રોમાં AI (કૃત્રિમ બુદ્ધિમત્તા) પણ લાગુ કરી રહી છે.