ગુગલ ક્રોમ 103 બીટા વર્ઝન પર લોન્ચ થયું, જાણો હવે ક્રોમમાં શું ફેરફાર જોવા મળશે તેના વિશે!
ગુગલ ક્રોમ પર લોકો લાખો વેબસાઈટ સર્ચ કરતા હોય છે અને માહિતી મેળવતા હોય છે. આ તમામ લોકોને હવે વધુ સરળતાથી વધારે માહિતી અથવા જાણકારી મળી રહે તે માટે ગુગલ ક્રોમ 103ને બીટા વર્ઝન પર લોન્ચ કરવામાં આવ્યું છે. જાણકારોના કહેવા પ્રમાણે હવે યુઝર્સને અનેક પ્રકારની માહિતી ખુબ સરળતાથી મળી રહેશે.
Chrome પહેલેથી જ વેબસાઇટ્સને સિસ્ટમ-વાઈડ શીટમાં હુક કરવાની મંજૂરી આપે છે. ત્યારે હવે કંપની આ પદ્ધતિઓ માટે .avif નું સપોર્ટ પણ આપી રહી છે. આ દ્વારા, ટ્વિટર જેવી વેબ એપ્સ હવે .avif મીડિયા ફાઇલો સાથે પણ કામ કરી શકશે કારણ કે આ ફાઇલમાં આ સપોર્ટ નથી.
જો વાત કરવામાં આવે ટેક્નિકલ ફેરફારની તો મોટા ભાગના સુધારાઓ સંપૂર્ણ રીતે જાહેર થયા નથી, પેજ લોડના સમયમાં સુધારો કરવો અને વેબ ડેવલપર્સ માટે નવા ટુલ ઓફર કરે છે.
લેટેસ્ટ બીટા વર્ઝનમાં, Google એ 103 Early Hints HTTP response code ને સપોર્ટ આપ્યો છે. આ પ્રકાશન નંબર અને HTTP સ્પેસિફિકેશન વચ્ચે એક લિંક બનાવે છે. આધુનિક બ્રાઉઝર્સમાં, તમે લિંક પર ક્લિક કરો અથવા ટેપ કરો તે પહેલાં જ તેઓ સર્વરમાંથી કોડ પ્રીફેચ કરે છે જેથી તમે જે સાઇટની મુલાકાત લેવા માંગો છો તે ઝડપથી લોડ થઈ શકે.
iOS વપરાશકર્તાઓને લેટેસ્ટ બીટા વર્ઝનનો ઉપયોગ કરવા માટે TestFlightમાં જોડાવું પડશે. ત્યારે ડેસ્કટોપ વપરાશકર્તાઓ ક્રોમની વેબસાઇટ પર જઈને બીટા વર્ઝન ડાઉનલોડ કરી શકે છે.