ચંદ્રયાન-3ની સફળતાને લઈને ગૂગલે ઈસરોને આપી આ રીતે શુભેચ્છા – બનાવ્યું ખાસ પ્રકારનું ડૂડલ
દિલ્હીઃ ભારતે ચંદ્રયાન 3 નું ચંદ્ર પર સોફ્ટ લેન્ડિંગ કરીને ઈતિહાસ રચ્યો છે ત્યારે વિશ્વભરમાંથી ભારતને અને ઈસરોને આ સફળતા માટે શુભ સંદેશ આવી રહ્યા છે ત્યારે વિશ્વનું સૌથી લોક પ્રિય સર્ચ એન્જિન ગુગલે પણ ઈસરોને ખાસ કરીએ શુભેચ્છા પાઠવી છે.
આજે જો તમે ગુગલનો યૂઝ કર્યો હશે તો તમને જાણ થઈ હશે ગુગલ પર ખાસ પ્રકારનું અવકાશ ક્ષેત્ર વાળું ડૂલ બનેલું જોઈ શકાય છે ઈસરોની સફળતા માટે ગુગલે ઈસરોને લગતું આ ખાસ ડૂડલ બનાવ્યું છએ અને અનોખી રીતે ઈસરોને શુભેચ્છા પાઠવી છે.
ઉલ્લેખનીય છે કે 23 ઓગસ્ટની સાંજે જ્યારે ચંદ્રયાન-3 ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર સફળતાપૂર્વક ઉતરાણ કર્યું ત્યારે ભારતે ઈતિહાસ રચ્યો હતો. સફળ ચંદ્ર મિશનએ ભારતને ચંદ્રની સપાટી પર સોફ્ટ-લેન્ડ કરવા માટે યુએસ, ચીન અને અગાઉના સોવિયેત યુનિયન પછી ચોથો દેશ બનાવ્યો. જ્યારે ચંદ્રના દક્ષિણ ધ્રુવ પાસે વાહન ઉતારનાર પ્રથમ દેશ બન્યો છે.
આ ઐતિહાસિક ક્ષણની ઉજવણી કરતા ગૂગલે પણ આ સફળતા માટે ઈસરોને અભિનંદન પાઠવ્યા છે અને તેમના કાર્યની પ્રશંસા કરી છે. ગૂગલે આ ખાસ અવસર પર એક ખાસ ડૂડલ બનાવ્યું છે.
https://twitter.com/GoogleIndia/status/1694614882820247644?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1694614882820247644%7Ctwgr%5E1f432351daa5f0068a53c5c600e25a2bc368fcc6%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Fndtv.in%2Fzara-hatke%2Fgoogle-made-special-doodle-to-celebrate-the-success-of-chandrayaan-3-landing-4325181
ગૂગલે તેના X (Twitter) પેજ પર લખ્યું છે કે આજનું #GoogleDoodle એ ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર પ્રથમ ઉતરાણની ઉજવણી છે. આ મિશનની સફળતા સાથે ભારત દક્ષિણ ધ્રુવની મુલાકાત લેનારો પ્રથમ દેશ બની ગયો છે.આ ડૂડલમાં ચાંદ જોવા મળે છે અને બ્લૂ રંગનું અવકાશ જોવા મળે છે જે ચંદ્રયાનની સફળતાના દર્શન કરાવે છે.