Site icon Revoi.in

73માં પ્રજાસત્તાક દિવસ નિમિત્તે ગૂગલે બનાવ્યું ડૂડલ,કંઇક આ રીતે ભારતીયોને આપી રહ્યું છે અભિનંદન

Social Share

ગૂગલે 73માં પ્રજાસત્તાક દિવસના અવસર પર વિશેષ ડૂડલ બનાવીને ભારતની સંસ્કૃતિ અને વારસાની ઝલક દર્શાવી છે.26 જાન્યુઆરીના રોજ દુનિયા ભારતની સાંસ્કૃતિક વારસો, લશ્કરી શક્તિ અને વિકાસની ઝલક જુએ છે, જે દરેક ભારતીય માટે ગર્વની વાત છે.તેને વધુ ખાસ બનાવતા ગૂગલે ડૂડલમાં ઊંટ, હાથી, ઘોડો, ઢોલકને ત્રિરંગાના રૂપમાં રજૂ કર્યા છે.

ગયા વર્ષે 72માં ગણતંત્ર દિવસના અવસર પર ગૂગલે તેના ડૂડલમાં દેશની ઘણી સંસ્કૃતિઓની ઝલક રજૂ કરી હતી.સાથે જ 71માં પ્રજાસત્તાક દિને ભારતીય સંસ્કૃતિની ઝલક દર્શાવતા રંગબેરંગી ડૂડલ બનાવીને બતાવવામાં આવ્યું હતું.આ સાથે રાષ્ટ્રીય પક્ષી મોર, નૃત્યની સાથે કલા પણ પાછલા વર્ષોમાં બનેલા ડૂડલમાં જોવા મળે છે.

ઉલ્લેખનીય છે કે,ગૂગલ દ્વારા કોઈ વ્યક્તિ અથવા તહેવારને લઇને ડૂડલ બનાવવામાં આવતું રહેતું હોય છે.ત્યારે આજે ગણતંત્ર દિવસ નિમિતે ગૂગલે ડૂડલ બનાવીને ભારતીયોને અભિનંદન પાઠવ્યા છે.