- ગૂગલ દરેક વખતે થીમ પ્રમાણે ડૂડલ બનાવે છે
- ગૂગલે માસ્કવાળું બનાવ્યું ડૂડલ
દિલ્હી – ગૂગલ પોતના ખાસ ડૂડલ દ્રારા કોરોના યોદ્ધાઓનું અભિવાદન કરે છે, તો ક્યારેક ખાસ દિવસની શુભેચ્છાઓ પાઠવે છે,તો ક્યારેક ડૂડલ થકી મહાન હસ્તીઓનો આલેખ કરે છે, ત્યારે ફરી એક વખત કોરોના મહામારી સામે લોકોને જાગૃત કરવા માટે આજરોજ મંગળવારે ગૂગલે ખાસ પ્રકારનું ડૂડલ બનાવ્યું છે,ગૂગલે માસ્ક વાળું ડૂડલ બનાવીને કોરોના મહામારીથી બચવાનો સંદેશ જારી કર્યો છે.
ગૂગલે, એક ડૂડલના માધ્યમથી લોકોને માસ્કનું મહત્વ સમજાવતાની સાથે કોરોના વાયરસથી બચવાની રીતો જણાવી છે. ગૂગલે તેના ડૂડલ દ્વારા લોકોને સંદેશ આપ્યો છે, ‘વિયર અ માસ્ક, સેવ લાઈફ્સ’, એટલે કે, ‘માસ્ક પહેરો અને લોકોનું જીવન બચાવો’. સંદેશમાં એમ પણ જણાવાયું છે કે, ચહેરાને ઢાંકીને રાખો , પોતાના હાથોને ધોવા અને સુરક્ષિત અંતર જાળવી રાખો.
ગૂગલ દ્વારા બનાવવામાં આવેલા આ ખાસ ડૂડલમાં એક ખાસિયત એ પણ જોવા મળી છે કે, ડૂડલના અક્ષરો એક બીજાથી દૂર દૂર રાખવામાં આવ્યા છે, જે શારીરીક અંતર જાળવવાનો સંદેશ આપે છે.
આ ઉપરાંત આ દરેક અક્ષરોને રંગીન માસ્ક પણ પહેરવામાં આવ્યા છે. ગૂગલે કોવિડ -19 ને અટકાવવા ડિસ્પોઝેબલ માસ્ક ઉપર કપડાનું માસ્ક પહેરવાનું સૂચન પણ કર્યું છે. એનિમેટેડ ડૂડલ પર ક્લિક કરવાથી, તકોરોનાને અટકાવવા અને પ્રાથમિક ઉપચાર અંગેના સૂચનો વિગતવાર આપવામાં આવ્યા છે.
આ સાથે જ ગૂગલે કોવિડ -19 રિસોર્સ હબમાં ખાસ જણાવ્યું છે કે, “માસ્ક પહેરવાથી વાયરસના ફેલાવાને અટકાવવામાં મદદ મળી રહે છે.માત્ર એકલું માસ્ક કોરોના સામે રક્ષણ આપતું નથી.તેની સાથે, શારીરિક અંતર જાળવવું અને હાથની સ્વચ્છતા રાખવી પણ જરૂરી છે. તમારી સ્થાનિક આરોગ્ય કેન્દ્રો દ્વારા આપવામાં આવેલ સલાહ -સૂચનોનું પાલન કરવું જોઈએ.
સાહિન-