Site icon Revoi.in

ગૂગલે ખાસ પ્રકારનું ‘ડૂડલ’ બનાવી કોરોના વોરિયર્સનું સમ્માન કર્યું

Social Share

ગૂલગ તરફથી બનાવવામાં આવતું ખાસ પ્રકારનું ‘ડૂડલ’ વિશ્વભરમાં ખુબ જ જાણીતુ છે, ગૂગલ દ્વારા હંમેશાથી કોઈ ખાસ દિવસ પર કોઈ ખાસ પ્રસંગે આ પ્રકારે ડૂડલ બનાવવામાં આવે છે, અને લોકોને જાગૃત કરવામાં આવે છે, ત્યારે આજે ફરી ગૂગલે ખાસ પ્રકારનું એક ‘ડૂડલ’ તૈયાર કર્યું છે, આ ડૂડલ ખાસ કોરોના વોરિયર્સ માટે અર્પણ કર્યું છે, કે જેઓ કોરોનાકાળમાં પોતાની જાનની પરવાહ કર્યા વગર કોરોનાના દર્દીઓની વ્હારે આવ્યા છે તેવા લોકોને ડૂડલ થકી ગૂગલે સમ્માન આપ્યું છે.

ગૂગલે આજે ડૂડલ દ્વારા કોરોના વોરિયર્સનો ખાસ આભાર માન્યો છે. ગૂગલે તેના ડૂડલમાં ડોકટરર્સ, નર્સ, ડિલિવરી સ્ટાફ, ખેડુતો, શિક્ષકો, સંશોધકો, સ્વચ્છતા કામદારો, કરિયાણાના કર્મચારીઓઅને કટોકટી સેવાના કર્મચારીઓનો સમાવેશ ખરીને તેઓને ખાસ સમ્માન આપ્યું છે.

આ વખતે ડૂડલ તે ડોકટરર્સ અને નર્સ માટે બનાવવામાં આવ્યું છે કે જેઓ પોતાનો જીવ જોખમમાં મુકી રહ્યા છે અને કોરોનાના દર્દીઓની સારવાર કરી રહ્યા છે. ડૂડલે તેમની સેવા માટે આ વખતે કોરોના સામે લડતા ડોકટરો અને નર્સનો આ રીતે ખાસ આભાર વ્યક્ત કર્યો છે. ડૂડલે મહા રોગ સામે લડવામાં એકબીજાની મદદ કરવા માટે આગળ આવતા લોકોનું સન્માન પણ કર્યું છે.આ ડૂડલ બનાવીને ગૂગલે કોરોનાકાળમાં કાર્ય કરતા દરેક સમુદાય અને દરેક લોકોને પ્રભાવિત કર્યા છે.

સાહીન-