1. Home
  2. ગુજરાતી
  3. ગુગલએ મધર્સ-ડે પર બનાવ્યું ખાસ ડૂડલ, આ રીતે કર્યુ તમામ માતાઓનું સન્માન
ગુગલએ મધર્સ-ડે પર બનાવ્યું ખાસ ડૂડલ, આ રીતે કર્યુ તમામ માતાઓનું સન્માન

ગુગલએ મધર્સ-ડે પર બનાવ્યું ખાસ ડૂડલ, આ રીતે કર્યુ તમામ માતાઓનું સન્માન

0
Social Share
  • ગુગલએ મધર્સ-ડે પર બનાવ્યું ખાસ ડૂડલ
  • તમામ માતાઓના સન્માનમાં બનાવ્યું ડૂડલ
  • પોપ-અપ કાર્ડ દ્વારા આપી શુભકામનાઓ

દિલ્લી: આજે સમગ્ર વિશ્વમાં મધર્સ-ડે ઉજવવામાં આવી રહ્યો છે, ત્યારે ગુગલે આ ખાસ દિવસ પર ખાસ ડૂડલ બનાવીને તમામ માતાઓનું સન્માન કર્યું છે અને અલગ અલગ રંગના પોપ-અપ કાર્ડ બનાવીને તેમને શુભકામનાઓ પણ આપી છે.

મધર્સ-ડે પર તમામ માતાઓને તેમના બલીદાન અને તેમની કુર્બાની માટે તેમને યાદ કરવામાં આવ્યા છે. દર વર્ષ તમામ માતાઓના સન્માનમાં આ દિવસને ઉજવવામાં આવે છે. ભારતમાં મે મહિનાના બીજા રવિવારે આ દિવસની ઉજવણી કરવામાં આવે છે.

અલગ અલગ પ્રકારના રંગોથી બનેલા પોપ-અપ કાર્ડને ઓલિવિયાએ બનાવ્યું છે, અને આ તમામ માતાઓને સમર્પિત છે જેમણે નિસ્વાર્થ ભાવે તેમના બાળકોને પ્રેમ આપ્યો છે.

જો કે દરેક દેશોમાં મધર્સ-ડેને અલગ અલગ દિવસે ઉજવવામાં આવે છે. બ્રિટનમાં આને માર્ચ મહિનાના ચોથા રવિવારે ઉજવવામાં આવે છે, જ્યારે ગ્રીસમાં 2 ફેબ્રુઆરી પર અને બોલિવિયામાં 27 મે ના દિવસે. મધર્સ-ડે ઉજવવા પાછળનું કારણ એ છે કે વર્ષ 1812માં સ્પેનની સેનાએ બોલિવિયન મહિલાઓની હત્યા કરી નાખી હતી જે આઝાદી માટે લડી હતી. તે મહિલાઓના સન્માન આપવા માટે ત્યાં 27 મે ના દિવસે મધર્સ-ડે ઉજવવામાં આવે છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code