Site icon Revoi.in

ગૂગલે લોન્ચ કર્યું નવું ટૂલ, જરૂરિયાતમંદોને ખોરાક શોધવામાં મળશે મદદ

Social Share

મુંબઈ : સર્ચ એન્જિન કંપની ગૂગલે નવી વેબસાઇટની જાહેરાત કરી છે. ગૂગલની આ નવી વેબસાઇટ ફૂડ ઇનસિક્યોરિટીનો સામનો કરી રહેલા લોકોને મદદ કરશે. આ કંપનીએ Find Food Support નામ આપ્યું છે. તેમાં ફૂડ લોકેટર ટૂલ આપવામાં આવ્યું હતું

કંપનીએ તેના બ્લોગમાં કહ્યું છે કે, ફૂડ લોકેટર ટૂલને Google Maps સંચાલિત કરે છે. આની મદદથી યુઝર્સ તેમની નજીકની ફૂડ બેંક, ફૂડ પેન્ટ્રી અથવા સ્કૂલ લંચ પ્રોગ્રામ શોધી શકે છે. તેઓ તેમના સમુદાયમાંથી સાઇટ પસંદ કરી શકે છે. આ માટે ગૂગલ ઘણાં નોન-પ્રોફિટ ગ્રુપ્સ સાથે કામ કરી રહ્યું છે.

ગૂગલ નોન પ્રોફિટ જેમ કે, No Kid Hungry અને FoodFinder સાથે કામ કરી રહ્યું છે.આ સિવાય તે યુએસ ડીપાર્ટમેન્ટ ઓફ એગ્રીકલ્ચર સાથે પણ કામ કરી રહ્યું છે. આ સાથે તે અમેરિકાના 50 રાજ્યોમાં 90,000 સ્થળોએ નિ: શુલ્ક ફૂડ સહાય પ્રદાન કરી શકશે.

આવનાર સમયમાં તેમાં વધુ લોકેશન જોડવાની વાત કંપનીએ કહી છે.આ નવી સાઇટ ગુગલની નવી રચિત ફૂડ ફોર ગુડ ટીમનો ભાગ છે.આ પહેલા પ્રોજેક્ટ ડેલ્ટા તરીકે ઓળખાતું હતું. તેનું મુખ્ય મથક Alphabet ના X moonshot વિભાગમાં હતું

પ્રોજેક્ટ ડેલ્ટા દ્વારા કંપની એક સ્માર્ટ ફૂડ સિસ્ટમ બનાવી રહી છે. આમાં, ફૂડ ડિસ્ટ્રિબ્યુટર અને ડેટાના ઉપયોગથી ફૂડ વેસ્ટને કાબૂમાં લેવાની વાતચીતમાં વધારો કરવામાં આવશે.ફૂડ ઇનસિક્યોરીટી માટે યુએસ ડીપાર્ટમેન્ટ ઓફ એગ્રીકલ્ચરે ડેફીનેશન પણ આપી છે.

આ મુજબ એક્ટિવ અને હેલ્ધી લાઈફ માટે જરૂરી ફૂડનો સતત અભાવ હોવો તે ફૂડ ઇનસિક્યોરીટી છે. કોરોનાના સમયમાં આ સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો. લગભગ 45 મિલિયન અથવા 7 અમેરિકનોમાંથી એકને આની અસર થઈ હતી. તેમાં 15 કરોડ બાળકો પણ હતા

નવા ફૂડ લોકેશન સિવાય ગૂગલ યુટ્યુબ પર પાંચ નવા વીડિયો પણ પબ્લીશ કરી રહ્યું છે. આ સાઇટ પર ફૂડ સપોર્ટ હોટલાઇન્સ, સ્ટેટ બાય સ્ટેટ બેનિફિટ ગાઇડ્સ અને વિશિષ્ટ સમુદાય માટેની માહિતી ઉપલબ્ધ થશે.