- દુનિયાભરમાં ડાઉન થયું ગૂગલ મેપ
- લોકોને પડી ભારે હાલાકી
- લોકોએ સોશિયલ મીડિયા પર નારાજગી વ્યકત કરી
ગૂગલ મેપ લોકોના જીવનનો એક ભાગ બની ગયો છે.જો તમે ક્યાંક ફરવા જાઓ છો અથવા જવા માંગતા હોવ તો એકવાર ગૂગલ મેપ ઓપન કરીને લોકેશન જાણવાનો પ્રયાસ કરો.પરંતુ જ્યારે આ ફીચર ડાઉન હોય છે, ત્યારે તમે સમજી શકો છો કે,તે કેટલી હદે સમસ્યા બની શકે છે.ભારતમાં ગુરુવારે રાત્રે લગભગ 9:30 વાગ્યે વિશ્વભરના યુઝર્સ માટે ગૂગલ મેપ્સ ક્રેશ થયું હતું.
વેબસાઈટ ડાઉન ડિટેક્ટરે સાંજે ગૂગલ મેપ્સ વિશે એક રિપોર્ટ જારી કર્યો હતો કે,સેંકડો હજારો લોકો અચાનક મેપ્સ એપ ડાઉન થવાને કારણે તેને ખોલવામાં અસમર્થ હતા.આ અંગે ગૂગલ મેપની વેબસાઈટે એક નિવેદન જારી કરીને કહ્યું કે,સર્વરમાં ખામી સર્જાઈ છે.
આની સાથે જ લોકોએ સોશિયલ મીડિયા પર પોતાની નારાજગી વ્યક્ત કરી હતી. કેટલાક લોકો એટલા હતાશ થઈ ગયા કે તેઓએ Apple Mapsનો પણ આશરો લીધો.એકે ટ્વિટ કરીને લખ્યું કે,હું ક્યાંક જઈ રહ્યો છું અને અચાનક ગૂગલ મેપ બંધ થયું.
આવા સમયે,ગૂગલ મેપનો વિકલ્પ બનાવવાનો ભારતનો પ્રયાસ વધુ મહત્વપૂર્ણ બની જાય છે.જેથી ભવિષ્યમાં આવી એક પણ ખામી સમગ્ર સામાન્ય જીવનને ખલેલ પહોંચાડે નહીં. ગૂગલ મેપ એ ભારતમાં સૌથી વધુ ઉપયોગમાં લેવાતી એપ્લિકેશનોમાંથી એક છે.