આજના સમયમાં જે લોકો ફરવા જાય છે તે લોકો ગૂગલ મેપનો ઉપયોગ સૌથી વધારે કરતા હોય છે, ગૂગલનો ઉપયોગ કરીને લોકો હવે દુનિયામાં કોઈ પણ ખુણામાં ફરી શકે છે અને તે અનેક રીતે મદદરૂપ પણ છે પણ જો હવે વાત કરવામાં આવે ગૂગલ મેપની વધારે મદદની તો હવે ગૂગલ મેપ ટોલ ટેક્સની પણ માહિતી દર્શાવશે.
શરુઆતમાં આ ફીચર ભારત, અમેરિકા અને ઈન્ડોનેશિયાના યુઝર્સ માટે લાવવામાં આવશે. આ ફીચર માટે ગૂગલ મેપ હાલમાં સ્થાનિક સંસ્થાઓ અને અધિકારીઓ પાસેથી ટોલ ટેક્સની કિંમત અંગેની માહિતી એકઠી કરી રહી છે.
જાણકારી અનુસાર ગૂગલ મેપ ઘણા સમયથી એવી સુવિધા પણ આપી રહી છે જેમાં તમે તમારી મુસાફરી દરમિયાન ટોલ ફ્રી રોડ શોધી શકો. આ ફીચરની મદદથી તમને જે રોડ જોવા મળશે તે રોડ પર તમને એક પણ ટોલ નાકુ જોવા મળશે નહીં. જોકે ઘણીવાર આની મુસાફરી લાંબી પણ થઈ શકે છે. જેના પર ગૂગલ મેપ કામ કરી રહ્યુ છે જેથી યુઝરને સારી સુવિધા મળી રહે.
યુઝર્સ ગૂગલ મેપ્સમાં લાઈવ સ્પીડ પણ ચેક કરી શકે છે. આ માટે ફક્ત ડેસ્ટિનેશન દાખલ કરો અને સ્ટાર્ટના વિકલ્પ પર ક્લિક કરો, તે પછી સ્ક્રીન પર સ્પીડ દેખાવાનું શરૂ થશે. આવી સ્થિતિમાં યુઝર્સ પાછળની સીટ પર બેસીને પણ કારની સ્પીડ પર નજર રાખી શકે છે.