Site icon Revoi.in

“ગુગલ પે”ના વપરાશકારો હવે અમેરિકાથી પણ ભારત-સિંગાપુરમાં સરળતાથી નાણા ટ્રાન્સફર કરી શકશે

Social Share

દિલ્હીઃ આજના આધુનિક જમાનામાં સ્માર્ટ ફોનનો વપરાશ વધ્યો છે. તેમજ ડીઝીટલ પેમેન્ટ તરફ લોકો વળ્યાં છે. મોટાભાગના લોકો ગુગલ પે એપના મારફતે સરળતાથી નાણાનું ટ્રાન્જેકશન કરવાનું પસંદ કરે છે. હવે ગુગલ પે યુઝર્સ સરળતાથી અન્ય દેશમાં નાણાનું ટ્રાન્ઝેકશન કરી શકે તેવી સુવિધા કંપની દ્વારા ઉભી કરવામાં આવી છે. વપરાશકારો આગામી દિવસોમાં અમેરિકાથી ભારત-સિંગાપુરમાં પણ સરળતાથી નાણા ટ્રાન્સફર કરી શકશે. આ માટે ગુગલ દ્વારા વેસ્ટર્ન યુનિવયન અને અને વાઈઝ સાથે ભાગીદાગી કરવામાં આવી હોવાનું જાણવા મળે છે.

કંપનીના જણાવ્યા અનુસાર ચાલુ વર્ષના અંત સુધીમાં તમામ લોકો અમેરિકાથી ભારતમાં પૈસા ટ્રાન્સફર કરી શકશે. લોકોનો અંગત ડેટા સુરક્ષિત રહેશે અને સરળતાથી પૈસા ટ્રાન્સફર કરી શકાશે. ગુગલે દાવો કર્યો છે કે, આ ફેરફારથી ગુગલ પે યુઝરને મની સેવિંગમાં સરળતા થશે. એટલું જ નહીં વપરાશકાર પોતાના ખર્ચા પર પણ નજર રાખી શકશે. નવા Google Pay એપમાં માત્ર ટ્રાન્ઝેકશન ડિટેલ જ નહીં, પરંતુ પોતાના દરરોજના ખર્ચને પણ ચેક કરી શકશે.

નવા એપમાં ડિજિટલ પેમેન્ટની સાથે જ મેસેજિંગ ટુલ પણ મળશે. ગુગલ પેના રિડીઝાઈન એપમાં યુઝર જેની સાથે સૌથી વધુ ટ્રાન્ઝેકશન કર્યા હોય તેમને ટ્રેક કરી શકશે. એટલે કે, જૂના ટ્રાન્ઝેકશન ડિટેલ્સ પણ જોઈ શકાશે. આમ હવે નાણા ટ્રાન્સફર કરવામાં ગુગલ પે વપરાશમાં સરળતા રહેશે. એટલું જ નહીં તેમનો ડેટા પણ સુરક્ષિત રહેશે. જેથી ભવિષ્યમાં વપરાશકાર તે જોઈ શકે છે.