ગૂગલ પે એ લોન્ચ કર્યું નવું ફીચર, યુઝર્સની પોતાની ભાષામાં કામ કરશે
- ગૂગલ પે એ લોન્ચ કર્યું નવું ફીચર
- બોલીને તમારા પૈસા કરો ટ્રાન્સફર
- યુઝર્સની પોતાની ભાષામાં કરશે કામ
ડિજિટલ પેમેન્ટને વધુ સરળ બનાવવા માટે Google Pay એ વધુ એક સુવિધા ઉમેરી છે. હવે ડિજિટલ પેમેન્ટ કંપની ગૂગલ પેએ તેની એપ પર ‘સ્પીચ ટુ ટેક્સ્ટ ફીચર’નો વિકલ્પ સામેલ કર્યો છે. આ ફીચરની મદદથી યુઝર્સ ખાતામાંથી કોઈપણ પ્રકારનું ટ્રાન્ઝેક્શન બોલીને કરી શકે છે. આ સુવિધા તમામ યુઝર્સ માટે ઉપલબ્ધ હશે.
PhonePe, Paytm અને Amazon Pay સાથે સ્પર્ધા કરતુ Google Pay નું કહેવું છે કે, આ કેટેગરીમાં અને વૈશ્વિક લેબલ પર આ Googleનું નવું ફીચર છે. આ સાથે એપ્લિકેશનમાં પસંદગીની ભાષા તરીકે ‘હિંગ્લિશ’નો વિકલ્પ પણ ઉમેરવામાં આવ્યો છે.
નવા અપડેટ પછી જ્યારે યુઝરને બીજા યુઝરનો એકાઉન્ટ નંબર ટાઈપ કરવાનો હોય તો સ્પીચ-ટુ-ટેક્સ્ટ ફીચરની મદદથી આ કામ બોલીને પણ કરી શકાય છે. બોલીને એકાઉન્ટ નંબર ટાઈપ કર્યા બાદ યુઝર તે એકાઉન્ટ નંબરની પુષ્ટિ કરશે. કોઈપણ પ્રકારની ટ્રાન્ઝેક્શન પ્રક્રિયા યુઝર્સ તરફથી પુષ્ટિ મળ્યા પછી જ થશે.
Google Payના વાઇસ પ્રેસિડેન્ટ અંબરીશ કેંઘેએ જણાવ્યું હતું કે, “અમે ચૂકવણીને સરળ બનાવવાના મિશન પર છીએ. સામાન્ય રીતે, જે રીતે આપણે તેના વિશે વિચારીએ છીએ, તે દરેક માટે ઘણી બધી આર્થિક તકો ઊભી કરે છે. અમે ભારતમાં ડિજિટલ પેમેન્ટ ઇકોસિસ્ટમથી ખુશ છીએ. ઉપરાંત, કંપનીનું મુખ્ય ધ્યાન ડિજિટલ ચૂકવણીને તમામ માટે સુસંગત અને સમાવિષ્ટ બનાવવા તેમજ તેના પ્રયાસોના ભાગરૂપે નવીનતા અને શ્રેષ્ઠ ટેકનોલોજી લાવવાનું છે.