Site icon Revoi.in

ગૂગલે ડૂડલ દ્વારા દેશને સ્વતંત્રતા દિવસની શુભકામના પાઠવી

Social Share

દેશ આજે સ્વતંત્રતા દિવસની 75 મી વર્ષગાંઠની ઉજવણી કરી રહ્યો છે. આઝાદીનો આ તહેવાર દરેક ભારતીય માટે ખાસ છે અને જો આપણે આજે ખુલ્લી હવામાં શ્વાસ લઈ રહ્યા છીએ, તો તેની પાછળ લાખો લોકોનું બલિદાન છે જેમણે દેશની આઝાદી માટે હસતા -હસતા પોતાનું બલિદાન આપ્યું. ગૂગલ પણ ભારતની આ ઉજવણી મનાવી રહ્યું છે.

આ ડૂડલમાં ભારતીય પરંપરા અને સંસ્કૃતિની એક ખાસ ઝલક જોવા મળે છે, ભારતના સ્વતંત્રતા દિવસને કોલકતાના ગેસ્ટ આર્ટીસ્ટ મુખર્જી દ્વારા તૈયાર કરાયેલા ડૂડલમાં દેશના વિવિધ નૃત્ય સ્વરૂપોના નિરૂપણ સાથે દર્શાવવામાં આવ્યા છે. તે દેશની એતિહાસિક પ્રગતિની સદીઓથી બનેલી સાંસ્કૃતિક પરંપરાઓને પ્રતિબિંબિત કરે છે.

ભારતમાં સ્વતંત્રતાની 75 મી વર્ષગાંઠની ઉજવણી પ્રસંગે, ગૂગલે કહ્યું કે, ‘1947 માં આ દિવસે મધ્યરાત્રિએ સ્વતંત્રતા માટે ભારતનું દશકો જુનું આંદોલન ખત્મ થયું હતું, કારણકે રાષ્ટ્ર એક સંપ્રભુ ગણરાજ્ય બન્યું.આજનું ડૂડલ,કે જે કોલકાતાના ગેસ્ટ આર્ટીસ્ટ સયાન મુખર્જી દ્વારા દોરવામાં આવ્યું છે, જેમાં ભારતના સ્વતંત્રતા દિવસ અને સદીઓથી એતિહાસિક પ્રગતિથી બનેલી તેની સાંસ્કૃતિક પરંપરાઓ દર્શાવે છે.

ભારતની વૈવિધ્યસભર સાંસ્કૃતિક પરંપરાનું વર્ણન કરતા ગૂગલે કહ્યું કે, ભારત અંદાજિત 1.3 અબજ લોકોનું અથવા કુલ વૈશ્વિક વસ્તીનો છઠો ભાગ છે. તે તેની સરહદોની અંદર હજારો વિવિધ ભાષાઓ અને વંશીય જૂથો દ્વારા વર્ગીકૃત થયેલ છે.