Google બદલશે Gmailની પોલિસી, એપ્રિલ 2024થી બિનજરૂરી ઈમેલ ઓછા થશે
ગૂગલની ઈમેલ સર્વિસ એટલે જીમેલનો ઉપયોગ કરતા યુઝર્સ સ્પેમ મેઈલથી પરેશાન રહેતા હોય છે. જીમેલનું ઇનબોક્સમાં હજારો સ્પેમ મેઈલથી ભરાઈ જાય છે, યુઝર્સ માટે કોઈ કામ વગરના છે. અને આસાનીથી ડિલીટ થતા નથી. આવામાં Gmail એ યૂઝર્સ માટે તેની સ્પેમ પોલિસી અપડેટ કરી છે. જીમેલની નવી પોલિસીના લીધે યુઝર્સને આવતા સ્પેમ મેસેજમાં કમી થશે. ગૂગલ એપ્રિલ 2024 થી ધીમે ધીમે આ પોલિસી લાગુ કરવા જઈ રહ્યું છે, જેના લીધે તેની અસર માર્કેટિંગ એજન્સીઓ પર પડશે જે સર્વિસ કે પ્રોડક્યને પ્રમોટ કરવા માટે સીધા ઇમેઇલ મોકલે છે.
• Gmail ની નવી પોલિસી
આ ઘોષણા Googleએ તેના ઈમેલ સેંન્ડર ગાઈડલાઈન્સ FAQમાં કરવામાં આવી હતી. Gmail હવે સેંન્ડરોના ઇમેઇલને પ્રમાણિત કરશે, જે દરરોજ 5,000થી વધુ ઇમેઇલ્સ મોકલે છે. કંપની યૂઝર્સ માટે ન્યૂઝલેટર્સ, પ્રમોશન વગેરેમાંથી અનસબ્સ્ક્રાઇબ કરવાનું સરળ બનાવવા માંગે છે જે તેમના ઇનબોક્સને ઇમેઇલ્સથી ભરે છે.
નવા નિયમો મુજબ, બલ્ક સેંન્ડરોના ઇમેઇલ્સ જીમેલના સેંન્ડર્સ ગાઈડલાઈન અનુસાર પ્રમાણિત કરવામાં આવશે. જો કોઈ સેંન્ડર મોટી સંખ્યામાં ગૈર-જરૂરી ઈમેલ મોકલતો હોય, તો તે ઈમેલનો એક હિસ્સો Gmail દ્વારા રિજેક્ટ કરવામાં આવશે. Google એ સ્પેમ ફિલ્ટર કરવા માટેની ટકાવારીનો ઉલ્લેખ કર્યો નથી, પણ કંપનીએ સ્પષ્ટ રુપે બલ્ક સેંન્ડર્સને તેમના સ્પેમ રેટ પર નજર રાખવા ચેતવણી આપી છે.
• Gmail યૂઝર્સને મળશે નવી સુવિધા
જ્યારે યુઝર્સ કોઈ ખાસ સેંન્ડરના ઈમેલને નઝરઅંદાજ કરશે ત્યારે Gmailને તેની ખબર પડશે. આ ડેટાનો ઉપયોગ કરીને, કંપની મોનિટર કરશે કે કયા બલ્ક મેંન્ડર્સ ગૈર-જરૂરી ઇમેઇલ્સ મોકલે છે. અત્યાર સુધી જીમેઇલ યુઝર્સને માત્ર સેંન્ડર્સ પાસેથી અનસબ્સ્ક્રાઇબ કરવાનું સૂચન કરાતું હતું, પણ હવે જીમેલની નવી પોલિસી આવા ફાલતુ ઈમેલને ઇનબોક્સ સુધી આવા દેશે નહીં.