ટેક્નોલોજીની દુુનિયામાં કોઈને કોઈ તકલીફ તો હંમેશા આવતી જ રહે છે, લોકોને આ બાબતે જાણકારી પણ હોય છે પણ છત્તા લોકો દ્વારા આ બાબતે ક્યારેક બેદરકારી દાખવવામાં આવે છે. આવામાં ગૂગલ દ્વારા ચેતવણી જાહેર કરવામાં આવી છે જેમાં કહેવામાં આવ્યું છે કે Hermit નામનો સ્પાયવેર તે પેગાસસ કરતા પણ વધારે ખતરનાક છે.
સાયબર સિક્યોરિટી કંપની લુકઆઉટ થ્રેટ લેબએ આ વાતનો ખુલાસો કર્યો છે. આ ખતરનાક સ્પાયવેર એન્ડ્રોઇડ અને આઇઓએસ બંને વપરાશકર્તાઓને નુકસાન કરી શકે છે. માનવામાં આવે છે કે કઝાકિસ્તાન, સીરિયા અને ઇટાલીની સરકારોએ હર્મિટ સ્પાયવેરનો ઉપયોગ લોકોની જાસૂસી કરવા માટે કર્યો હતો.
આ સ્પાયવેર યુઝર્સના એન્ડ્રોઇડ ફોનમાં ટેક્સ્ટ SMS દ્વારા એન્ટ્રી લે છે. આ એટલું ખતરનાક સ્પાયવેર છે કે સેમસંગ અને ઓપ્પો જેવા મોટા ઉત્પાદકો પણ તેને પકડી શકતા નથી. તે યુઝર્સના કોલ લોગ, ફોટો, ઈમેલ, મેસેજ તેમજ રેકોર્ડિંગ ઓડિયો ચોરી શકે છે. આટલું જ નહીં, મિક્સિંગ કોલ સિવાય, આ સ્પાયવેર ઉપકરણના ચોક્કસ સ્થાન સાથે પણ ચેડા કરી શકે છે.