વિશ્વભરમાં ઘણી જગ્યાએ આજે સવારે ગુગલ ડાઉન થયું – અનેક લોકોને કામમાં મુશ્કેલી સર્જાય
- સવારે ગુગલ થયું ડાઉન
- કઈ જ નહોતું થઈ શકતું સર્ચ
દિલ્હીઃ- ગુગલ અટલે કે વિશ્વભરમાં સૌથી વધુ યૂઝ થયું ચર્ચ એન્જિન, દરેક કાર્ય કરવા માટે આજના ટેકનો સમયમાં ગુગલનું મહત્વ રહેલું છે ત્યારે આજે સવારથી જ વિશ્વના ઘણા વિસ્તારોમાં ગુગલ ડાઉન થવાની ફરીયાદો ઉઠી છે.જેમાં ખાસ કરીને જ્યારે ગુગલ સર્ચમાં કોઈ પણ ઈન્ફોર્મેશન નાખવામાં આવતા કોઈ પરિણામ મળી રહ્યું ન હતું, થોડી મિનિટો સુઘી ગુગલ ડાઉન થયાના સમાચાર છે.
આજે સવારથી જ્યારે ઓફીસ વર્ક કરતા લોકો કઈ પણ માહિતી મેળવવા જતા હતા તો તેમને ગુગલ રિસ્પોન્સ આપી રહ્યું ન હતું, થોડી જ મિનિટોમાં હજારો લોકોએ હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો,અનેક કાર્યો થોડા સમય માટે વિલંબીત થયા હતા. ભારતીય સમય મુજબ સવારે 7 વાગ્યાથી જ યુઝર્સે ગૂગલ ડાઉન હોવાની ફરિયાદ કરવાનું શરૂ કર્યું, જોકે અડધો કલાકમાં જ સમસ્યાઓ ઓછી થવા લાગી.
આજે સવારે સર્ચ એન્જિન ગૂગલ વિશ્વના ઘણા દેશોમાં ઘણા લોકો માટે કામ કરતું ન હતું. આઉટેજ ટ્રેકિંગ વેબસાઇટ Downdetector.com પ્રમાણે, વિશ્વભરમાં 40 હજારથી વધુ વપરાશકર્તાઓ સમસ્યાનો સામનો કરી રહ્યા હતા. યુકે, ઑસ્ટ્રેલિયા અને સિંગાપોરના લોકોએ પણ ગુગુલ સર્ચ એન્જિન સાથે સમસ્યાઓની જાણ કરી. જો કે હજી સુધી ગૂગલે આ બાબતે કોઈ નિવેદન જારી કર્યું નથી.
સમસ્યુયા એ હતી કે કોઈ પણ માહિતી સર્ઝચ કરતા વખતે ર્સને 500 એરર મેસેજ જોવા મળી રહ્યા હતા. લોકોએ તેનો સ્ક્રીનશોટ લઈને કંપનીને જાણ પણ કરી છે. જોકે, કંપની વતી કોઈ જવાબ હજી સુધી આવ્યો નથી.