- ફ્રાંસમાં ગૂગલ ચૂકવશે 1 હજાર 947 કરોડનો દંડ
- કોમ્પિટિશન રેગ્યુલેટરી કમિશનના આરોપો પર ગૂગલ નમ્યું
- સમજોતા હેઠળ આ દંડની કરશે ચૂકવણી
દિલ્હીઃ- ઘણા મહિલાઓથી ફ્રાંસમાં ગૂગલ સાથે વિવાદ સર્જાયો ગતો, ઓનલાઇન જાહેરાત બજારમાં એકાધિકારના દુરૂપયોગના આરોપો બાદ ગૂગલ ફ્રાન્સમાં હવે 270 મિલિયન ડોલર એટલે કે અંદાજે 1947 કરોડ રૂપિયાનો દંડ ચૂકવો પડશએ. ગૂગલે હવે ફ્રાન્સના કોમ્પિટિશન રેગ્યુલેટરી કમિશનના આરોપો ઉપર દંડ ચૂકવવાનો સમજોતા કરી લીધો છે.
સોમવારે એ પણ જાહેરાત કરવામાં આવી છે કે તે ઓનલાઇન જાહેરાત હરાજી સિસ્ટમમાં તેને પારદર્શક બનાવવા માટે ફેરફાર કરશે. જોકે, આલ્ફાબેટ માટે દંડ, ગૂગલની માલિકીની કંપની, જે દર વર્ષે જાહેરાતોથી લગભગ 2.98 લાખ કરોડની કમાણી કરે છે, પરંતુ આ પહેલીવાર છે જ્યારે કોઈ સ્પર્ધા નિયમન પંચે ગુગલના જાહેરાત વ્યવસાય પર સીધો હુમલો કર્યો છે.
આ સાથે જ ગૂગલે ઓલાઇન જાહેરાત તકનીકીમાં ફેરફાર કરવા પણ સંમતિ દર્શાવી છે.ફ્રાન્સમાં ગૂગલના ડાયરેક્ટર જનરલ ઓફ કાયદા, મારિયા ગોમેરીએ કહ્યું કે, ફ્રાન્સની બહાર પણ આ ફેરફાર લાગુ પડી શકે છે.
ઉલ્લેખનીય છે કે, ઓનલાઈન જાહેરાતને લઈને ફ્રાંસની સરકાર સાથે ગૂગલનો ઘણા સમયથી વિવાદ ચાલી રહ્યો હતો છેવટે ગૂગલે નમતુ મૂક્યું છે અને સજાના ભાગ રુપે આ દંડ ચૂકવવાની હામિ ભરી છે,