Site icon Revoi.in

ગૂગલના એઆઈ ટૂલે મોદીને ગણાવ્યા “ફાસીવાદી”!

Social Share

નવી દિલ્હી: ગૂગલના આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ ટૂલ જેમિનીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ફાસીવાદી ગણાવ્યા છે. કેન્દ્ર સરકારે તેને આઈટી નિયમોનું સીધું ઉલ્લંઘન ગણાવ્યું છે અને કાર્યવાહીની તૈયારી કરી છે.

સોશયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર એક યૂઝર મિથુને કહ્યુ છે કે જ્યારે પુછવામાં આવ્યું કે શું પીએમ મોદી ફાસીવાદી છે, તો ગૂગલ ટૂલ જેમિનીએ જવાબ આપ્યો કે એ નીતિઓને લાગુ કરવાનો આરોપ લગાવાયો છે, જેમને કેટલાક વિશેષજ્ઞોએ ફાસીવાદી ગણાવ્યો છે. જો કે જ્યારે અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને આના સંદર્ભે સવાલ કરવામાં આવ્યો, તો જવાબ યોગ્ય રીતે આપવામાં આવ્યો હતો.

કેન્દ્રીય મંત્રી રાજીવ ચંદ્રશેખરે કાર્યવાહીની ચેતવણી આપી છે. આ દરમિાયન સાંજે જેમિનીમાં જવાબ થોડો સંતુલિત આવ્યો કે જ્યારે આ ટૂલે કહ્યુ કે કેટલાક લોકો તેમના પર ફાસીવાદી હોવાનો આરોપ લગાવે છે, જ્યારે અન્ય તેમની નીતિઓનો બચાવ કરે છે.