ગૂગલએ ડૂડલ દ્વારા લોકોને માસ્ક પહેરવાનો, વેક્સિન લેવાનો અને જીવ બચાવવાનો આપ્યો સંદેશ
- કોરોનાવાયરસના વધતા સંક્રમણ પર ગૂગલનો સંદેશ
- માસ્ક પહેરવા અને વેક્સિન લેવાનો સંદેશ
- લોકો સતર્કતા વર્તે તે માટે ગૂગલનો પ્રયાસ
દિલ્હી : કોરોનાવાયરસના સતત વધતા જતા સંક્રમણ વચ્ચે હવે ગૂગલ દ્વારા પણ લોકોને સંદેશ આપવમાં આવ્યો છે. ગૂગલે આજે ડૂડલ દ્વારા લોકોને માસ્ક પહેરવા, વેક્સિન લેવા અને જીવ બચાવવાનો સંદેશ આપ્યો છે. દેશમાં જે રીતે કોરોનાવાયરસનો કહેર વર્તાઈ રહ્યો છે તેને જોતા લાગી રહ્યુ છે કે લોકોએ વધારે સતર્કતા દાખવવી પડશે.
કેન્દ્ર સરકાર દ્વારા પણ સતત અપીલ કરવામાં આવી રહી છે કે લોકોએ માસ્ક પહેરી રાખવુ અને કામ વગર ઘરની બહાર ન નીકળવુ. જે રીતે કેન્દ્ર સરકારનો વેક્સિનેશન પ્રોગ્રામ ચાલી રહ્યો છે તેને લઈને ગૂગલએ પણ સંદેશ આપ્યો કે લોકોએ શક્ય એટલુ જલ્દી વેક્સિન લેવી જોઈએ.
હાલ દેશમાં કોરોનાવાયરસના કેસ જે રીતે વધી રહ્યા છે તે તમામ લોકો માટે ચિંતાનો વિષય છે અને લોકોમાં હાલ પણ બેદરકારી જોવા મળી રહી છે. કેટલાક લોકોની બેદરકારી અને ગેરજવાબદાર વર્તનના કારણે કોરોનાવાયરસ વધારે ફેલાવવાની સંભાવના પણ છે.
જાણકારો અનુસાર કોરોનાવાયરસને રોકવા માટે સરકાર તો શક્ય એટલા પગલા ભરી રહી છે પરંતુ જ્યાં સુધી સામાન્ય લોકો પણ આ લડાઈમાં જોડાશે નહી. ત્યાં સુધી કોરોનાવાયરસનું સંક્રમણ અટકી શકે તેમ નથી. લોકોએ પોતાની જાતે જ ઘરની બહાર નીકળવાનું ટાળવુ જોઈએ અને માસ્ક લગાવવુ જોઈએ. જેથી કોરોનાવાયરસની ચેઈન તૂટી શકે.