- ગૂગલનું નવું ફિચર આવશે
- – ગૂગલ ક્રોમમાં ફિંગરપ્રિન્ટ લોક પણ ઈન્સ્ટોલ કરી શકાશે
સામાન્ય રીતે આપણે ફોનમાં સ્ક્રિન લોક કરતા હોય છે જો કે હવે આ સુવિધા ગુગલ ક્રોમ પણ તમને આપવા જઈ રહ્યું છે.ગૂગલે તેના ક્રોમ બ્રાઉઝર માટે એક નવું અપડેટ બહાર પાડ્યું છે. ફિંગરપ્રિન્ટ લોક ફીચર હવે ગૂગલ ક્રોમમાં આવી ગયું છે.
ગૂગલ ક્રોમનું ફિંગરપ્રિન્ટ લોક ફીચર ઇન્કોગ્નિટો મોડ માટે બહાર પાડવામાં આવ્યું છે, જે એક ખાનગી મોડ છે. આ ફીચર ફક્ત એન્ડ્રોઇડ ફોન અને ટેબલેટ યુઝર્સ માટે શક્ય છે. ગૂગલ ક્રોમ બ્રાઉઝરમાં આ ફીચર ઓન થયા બાદ એપમાંથી બહાર આવતાની સાથે જ ઇન્કોગ્નિટો મોડ લોક થઈ જશે. ત્યાર બાદ ગુગલ બ્રાઉઝર ઓપન કરવા માટે ફિંગરપ્રિન્ટ સેન્સરનો ઉપયોગ કરવો પડશે.
આ ફીચર એ જ રીતે કામ કરશે જે રીતે વ્હોચ્સએપનું ફિંગરપ્રિન્ટ લોક ફીચર કામ કરે છે. ગૂગલે એક બ્લોગ દ્વારા ગૂગલ ક્રોમના આ ફીચર વિશે માહિતી આપી છે. ગૂગલે કહ્યું છે કે યુઝર્સે ફરીથી ઇન્કોગ્નિટો ટેબ ખોલવા માટે બાયોમેટ્રિક લોકનો ઉપયોગ કરવો પડશે. આવી સ્થિતિમાં, હવે ફક્ત તે વ્યક્તિ જેનો ફોન છે તે જ કોઈના ફોનનો ઇન્કોગ્નિટો મોડ ખોલી શકે છે.