- ગૂગલ પે માં હવે સર્ચ ફઇચર આવશે
- ભારત આવેલા સુંદર પીઆઈએ કરી જાહેરાત
દિલ્હીઃ- ગુગલ પોતાના ફિચરને લઈને જાણીતું છે વિશ્વભરમાં સૌથી વધુ સર્ચ થતું આ સર્ચ એન્જિનમાં ઘણા ફેરફારો આવી રહ્યા છે ત્યારે ગૂગલના સીઈઓ સુંદર પિચાઈ આજરોજ સોમવારે નવી દિલ્હીના પ્રગતિ મેદાન ખાતે આયોજીત કંપનીની વાર્ષિક ગૂગલ ફોર ઈન્ડિયા ઈવેન્ટમાં આવ્યા છે, જે દરમિયાન તેઓએ આગળ જતા દેશ માટે તેમની યોજનાની જાહેરાત કરી.
સુંદર પિચાઈએ આ ઈવેન્કટ પર કહ્હ્યુંયું કે, અમે UPI સ્ટેકના આધારે ભારતમાં Google Pay બનાવ્યું છે અને હવે અમે તેને વિશ્વના અન્ય દેશોમાં લાવવાના પ્રયત્નમાં જ છીએ. તેમણે એમ પણ કહ્યું કે અમે એક શક્તિશાળી AI મોડલ પર કામ કરી રહ્યા છીએ જે હજારો ભાષાઓમાં માહિતી મેળવી શકે છે.આ સાથે જ ગૂગલે ઇવેન્ટમાં એન્ડ્રોઇડ ફોન યુઝર્સ માટે એક નવા ફીચરની જાહેરાત કરવામાં આવી છે. આ અંતર્ગત યુઝર્સ ગુગલ ફાઈલ એપ દ્વારા પણ DigiLockerનો ઉપયોગ કરી શકશે. DigiLocker એ વર્ચ્યુઅલ લોકર છે. આમાં, તમામ મહત્વપૂર્ણ દસ્તાવેજોને પેપરલેસ ફોર્મેટમાં ડિજિટલી સ્ટોર કરી શકાય છે. ડિજીલૉકરમાં સાચવેલા તમામ દસ્તાવેજો સંપૂર્ણપણે માન્ય છે.
આ સાથે જ બીજી તરફ સંચાર મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું, એવા ઘણા ક્ષેત્રો છે જેમાં AI નોંધપાત્ર ફેરફારો લાવવા જઈ રહ્યું છે. કૃષિ એ આવું જ એક ક્ષેત્ર છે, જે ભાષાના અંતરને પૂરો કરે છે અને ત્રીજું વિકાસ ચક્રના તળિયેના લોકો માટે ધિરાણની સુવિધાને સરળ બનાવે છે.