1. Home
  2. ગુજરાતી
  3. રાજ્યના તમામ મહાનગરોમાં મ્યુકર માઈકોસિસની સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં અલગ વોર્ડ ઊભા કરાયા
રાજ્યના તમામ મહાનગરોમાં મ્યુકર માઈકોસિસની સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં અલગ વોર્ડ ઊભા કરાયા

રાજ્યના તમામ મહાનગરોમાં મ્યુકર માઈકોસિસની સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં અલગ વોર્ડ ઊભા કરાયા

0
Social Share

અમદાવાદઃ કોરોનાના કપરા કાળમાં નવી નવી બીમારીઓ જન્મ લઈ રહી છે. કોરોના બાદ મ્યુકર માઈકોસિસ નામની નવી બીમારીએ આરોગ્ય તંત્રને એલર્ટ કરી દીધું છે. કોરોના બાદ હવે મ્યુકરમાઇકોસીસનો ચેપ ફેલાતા અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, ભાવનગર અને જામનગરમાં અલગ વોર્ડની રચના કરવાનો નિર્ણય મુખ્યપ્રધાને કર્યો છે. અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં 60 પથારીના અલગ વોર્ડની વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. મુખ્યપ્રધાન  વિજય રૂપાણીના અધ્યક્ષ સ્થાને મળેલી કોર કમિટીની બેઠકમાં જાહેર કરાયું હતું કે આ દર્દીઓના ઉપચાર માટે 3.12 કરોડ રૂપિયાના ખર્ચે એમ્ફોટિસિરીન-B50 Mgના 5,000 ઇન્જેકશનનો ઓર્ડર અપાયો છે.

ગુજરાતમાં છેલ્લા એક અઠવાડિયાથી કોરોનાના કેસમાં આંશિક ઘટાડો થયો છે. જ્યારે સરકારે કોરોનાના રોગચાળાને કંન્ટોલમાં લઈને તેની ત્રીજી લહેર આવે તે પહેલા જ આગોતરૂ આયોજન શરી કરી દીધુ છે. મુખ્યપ્રધા  વિજય રૂપાણીએ જણાવ્યુ હતું કે,  ત્રીજી લહેર સામે સજ્જતા કેળવવા આગોતરા પ્રયાસ શરૂ કરાશે. આ માટે સોમવારે કોવિડની એક્સપર્ટ કમિટીના ડોક્ટરો અને બાયો ટેક્નોલોજી યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોની એક સંયુક્ત બેઠક બોલાવવામાં આવી છે. જેથી આગોતરા પગલાં લઇ શકાય. મારું ગામ કોરોનામુક્ત ગામ અભિયાન હેઠળ ગાંધીનગર જિલ્લાના કલોલના આરસોડિયા ગામની મુલાકાતે આવેલા મુખ્યપ્રધાન  વિજય રૂપાણીએ જણાવ્યું કે ગામડામાં કેસ વધી રહ્યા છે ત્યારે ગામડાંને કોરોનાથી બચાવવા છે. જેથી આ અભિયાન શરૂ કરાયું છે. દરેક ઘરના વ્યક્તિનું સર્વેલન્સ થાય, કોરોનાના ટેસ્ટ થાય અને પોઝિટિવ આવે તો તે અન્યને સંક્રમણ ન લગાવે તે માટે કોવિડ સેન્ટરમાં આઈસોલેટ થઇ શકે અને પ્રથમ દિવસથી જ ટ્રીટમેન્ટ શરૂ થઈ શકે. આ ઉપરાંત ટેસ્ટની સંખ્યા પણ વધારવામાં આવશે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code