Site icon Revoi.in

ગુજરાતમાં બર્ડ ફ્લૂને પગલે સરકાર એલર્ટ, સર્વેલન્સની કામગીરી કરાઈ શરૂ

Social Share

અમદાવાદઃ દેશમાં રાજસ્થાન સહિત અનેક રાજ્યોમાં બ્રડ ફ્લૂએ દસ્તક દીધી છે. ગુજરાતમાં પણ કેટલાક પક્ષીઓના મોત થયા ખળભળાટ મચી ગયો છે. દેશમાં પરિસ્થિતિનો તાગ મેળવવા માટે કેન્દ્ર સરકારે તમામ રાજ્યો માટે નોટિફિકેશન જાહેર કર્યું છે. દરમિયાન ગુજરાત સરકારે તમામ તાલુકા અને જિલ્લામાં સર્વેલન્સની કામગીરી હાથ ધરી છે. જેમાં છેલ્લા બે દિવસથી કુલ 55 જેટલા પક્ષીઓના મોત થયાનું સામે આવ્યું છે. તમામ પક્ષીઓના મોત ફૂડ પોઇઝનિંગના કારણે થયા હોવાનું પોસ્ટમોર્ટમમાં સામે આવ્યું છે. ગુજરાતમાં અત્યાર સુધીમાં બર્ડ ફ્લૂનો એક પણ કેસ નોંધાયો નથી.

રાજ્યના મંત્રી કુવરજી બાવળીયાએ જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકારની સૂચના પ્રમાણે રાજ્યના તમામ તાલુકાઓ અને જિલ્લાઓમાં સર્વેલન્સની કામગીરી હાથ ધરવામાં આવી છે. જેમાં જૂનાગઢના બાંટવા ખાતે 52 જેટલાં પક્ષીઓના મોત નિપજયાં હતા, જે બાબતે સ્થાનિક તંત્ર દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી અને પોસ્ટમોર્ટમ બાદ પક્ષીઓને ફૂડ પ્રોસેસિંગ થયા હોવાનું સામે આવ્યું છે. જ્યારે અત્યાર સુધીમાં ગુજરાતમાં બર્ડ ફ્લૂનો એક પણ કેસ નોંધાયો નથી. કેન્દ્ર સરકારના આદેશ બાદ ગુજરાત સરકારે પશુપાલનના તમામ અધિકારીઓને બર્ડ ફ્લુ અંગે સર્વેલન્સની કામગીરી સોંપી છે. તમામ તાલુકા અને જિલ્લામાં સર્વેલન્સની કામગીરી શરુ કરવામાં આવી છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, બર્ડ ફ્લૂનો કેસ સામે આવે તો તેને રોકવા માટેની પણ તૈયારીઓ કરી દેવામાં આવી છે તેમજ જરૂરી રસીનો સ્ટોક કરી દેવામાં આવ્યો છે. આમ ગુજરાત સરકાર દ્વારા બર્ડ ફ્લૂને લઈને તમામ પ્રકારની તૈયારીઓ કરી દેવામાં આવી છે. જ્યારે તમામ જિલ્લા કલેક્ટરોને પણ બર્ડ ફ્લૂ બાબતની સૂચના આપી દેવામાં આવી છે.