સરકારે 1 વર્ષ સુધી ખાંડની નિકાસ પર પ્રતિબંધ લગાવ્યો,શુગર કંપનીઓ ચિંતામાં
દિલ્હી:સરકારે મોટો નિર્ણય લેતા સરકારે ખુલ્લેઆમ ખાંડની નિકાસ પર પ્રતિબંધ લગાવી દીધો છે. DGFTએ શુક્રવારે પરિપત્ર જાહેર કરીને ખાંડની નિકાસ પરના પ્રતિબંધને 1 વર્ષ વધારીને 31 ઓક્ટોબર, 2023 સુધી કરી દીધો છે. તેનો અર્થ છે કે, હવે 1 વર્ષ સુધી ભારતમાંથી ખાડની નિકાસ નહિ થાય. નિષ્ણાતોનું કહેવું છે કે, તેનો અર્થ એ નથી કે ખાંડની કંપનીઓ નિકાસ નહિ કરી શકે. તેમના માટે ક્વોટા જાહેર કરવામાં આવશે.
આ વર્ષે સુગર સિઝનમાં કંપનીઓ માટે 80 લાખ ટન ક્વોટા જારી કરવામાં આવશે. પહેલા 50 લાખ ટન નિકાસ કરવાનો ક્વોટા જારી થશે. ત્યારબાદ 30 લાખ ટન ક્વોટા જારી કરવામાં આવશે.
જાણકારી અનુસાર, આ વર્ષની શરૂઆતમાં ઘઉંની નિકાસ પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો હતો, પછી ચોખાનું શિપમેન્ટ સ્થગિત કરવાામાં આવ્યુ હતું. પ્રતિકૂળ આબોહવાની પરિસ્થિતિને કારણે ઉત્પાદન અને વાવણીને અસર થવાને કારણે સરકારે આ પગલું ભર્યુ છે.
ભારતનો સ્થાનિક ખાંડનો વપરાશ લગભગ 2.75 કરોડ ટન હોવાનું અનુમાન છે અને મિલો દ્વારા 2022-23 સિઝનમાં ઈથેનોલ પ્રોડક્શન માટે 45 લાખ ટન ખાંડનો વપરાશ કરવામાં આવે તેવી અપેક્ષા છે. મિલો તેમના વાર્ષિક કેરીઓવર સ્ટોકના રૂપમાં ઓછામાં ઓછી 60 લાખ ટન ખાંડને અલગ રાખશે.