દિલ્હીઃ કોરોના મહામારીનું સંક્રમણ ઓછુ થતા દેશના કેટલાક રાજ્યોમાં ફરીથી સ્કૂલો શરૂ કરવામાં આવી રહી છે. જો કે, બિહારમાં ધોરણ 1 થી 8 સુધીની શાળાઓ 18 જાન્યુઆરીથી નહીં ખુલવાનો સરકારે નિર્ણય દીધો છે. તા. 25 જાન્યુઆરી અથવા ત્યાર બાદ ક્રાઇસિસ મેનેજમેન્ટ ગ્રુપની બેઠક યોજાશે. જેમાં પ્રાથમિક શાળાઓને ખોલવા અંગે વિચારણા હાથ ધરવામા આવશે. જે બાદ જ કોઇ નિર્ણય લેવામાં આવશે.
પ્રાપ્ત માહિતી અનુસાર બિહાર સરકારે 213 દિવસ સુધી શાળાઓ બંધ રહ્યા બાદ ડિસેમ્બરમાં ધોરણ 9થી ધોરણ 12 સુધીના વર્ગોની સાથે કોલેજ તથા કોચિંગ ઇન્સ્ટીટ્યૂટ શરૂ કરવાની મંજૂરી આપી હતી. આ દરમિયાન નિર્ણય લેવાયો હતો કે, જો સ્થિતિ સામાન્ય રહેશો તો સરકાર 18 જાન્યુઆરીથી પ્રાથમિક શાળા શરૂ કરવાનો નિર્ણય લેશે. પરંતુ હવે આ નિર્ણયને ટાળી દેવામાં આવ્યો છે.